• માતાવાડી પાસે રહેતા સુરેશભાઇ શાંતીલા સોની વરાછા લક્ષ્મીનગર સોસાયટી પાસે ભાગ્યલક્ષ્મી જવેલર્સની દુકાન ધરાવે છે
  • બે ઈસમો ત્યાં આવ્યા હતા અને જાળી ખોલવા અને સીસીટીવી જોવાની માંગ કરતા થોડી વાર પછી આવવા જણાવ્યું
  • ઘટનામાં જ્વેલરને દાઢીના ભાગે તેઓને ઈજા થતા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

WatchGujarat. સુરતના વરાછા વિસ્તારમાં જવેલર્સના માલિક પર  હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ પણ થઇ જવા પામી છે. ઈજાગ્રસ્ત વેપારીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ આ મામલે તેઓએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.

સુરતના વરાછા સ્થિત માતાવાડી પાસે રહેતા સુરેશભાઇ શાંતીલા સોની વરાછા લક્ષ્મીનગર સોસાયટી પાસે ભાગ્યલક્ષ્મી જવેલર્સની દુકાન ધરાવે છે. તેઓએ જાણાવ્યું હતું કે, ગતરોજ બપોરના સમયે હું જમવા ગયો હતો. અને મારા પિતા જવેલર્સની અંદરથી જાળી બંધ કરીને આરામ કરતા હતા. તે સમયે બે ઈસમો ત્યાં આવ્યા હતા અને જાળી ખોલવા અને સીસીટીવી જોવાની માંગ કરી હતી. જેથી મારા પિતાએ ના પાડી હતી. અને ઈસમોને કહ્યું હતું કે મારો દીકરો આવે ત્યારે આવજો. એટલામાં હું ત્યાં આવી પહોચ્યો હતો. જ્યાં બંને ઈસમોએ મારી સાથે ગાળાગાળી કરી હતી અને એક ઇસમેં ચપ્પુ જેવું હથીયાર કાઢી મારા પર હુમલો કર્યો હતો. જેથી મેં બુમાબુમ કરી હતી ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ જતા હુમલાખોરો ભાગી છુટ્યા હતા.

આ ઘટનામાં દાઢીના ભાગે તેઓને ઈજા થતા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. બીજી તરફ આ મામલે તેઓએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જેમાં વરાછા પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud