સુરતના સચિન જી.આઈ.ડી.સી. વિસ્તારમાં એક શ્રમજીવી પરિવારની એક 4 વર્ષીય બાળકી રમતા રમતા ગુમ થઇ હતી
બાળકીની ભાળ મેળવવા પોલીસે સવારથી સાંજ સુધી સીસીટીવી ફૂટેજ ચકાસવાની સાથે અલગ અલગ ટીમો બાળકીને શોધવા કામે લાગી
બાળકી ઈજાગ્રસ્ત હાલતમાં ઝંડી ઝાંખરા માંથી મળી આવી
WatchGujarat. સુરતમાં ચાર વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. બાળકી રમતા રમતા ગુમ થઇ હતી અને તેને શોધવા પોલીસની ટીમો કામે લાગી હતી. આ દરમ્યાન બાળકી ઝંડી ઝાખરામાંથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. બાળકીના ગળા અને પ્રાઈવેટ પાર્ટ પર ઈજાના નિશાન મળી આવતા તેણીની પર દુષ્કર્મ થયું હોવાનું બહાર આવ્યું છે. તો બીજી તરફ એક ઇસમ બાળકીને લઇ જતો સીસીટીવીમાં કેદ થયો હતો.
https://youtu.be/St3BQI_nqdc
સુરતના સચિન જી.આઈ.ડી.સી. વિસ્તારમાં એક શ્રમજીવી પરિવારની એક 4 વર્ષીય બાળકી રમતા રમતા ગુમ થઇ ગયી હતી. આ બનાવની જાણ થતા તેણીના માતા-પિતાએ શોધખોળ હાથ ધરી હતી. આ દરમ્યાન બાળકીની કોઈ ભાળ મળી ન હતી. જેથી બાળકીના પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરી હતી. બનાવની ગંભીરતા જોઈ પોલીસે અલગ અલગ 10 જેટલી ટીમો બનાવી શોધખોળ હાથ ધરી હતી. આ દરમ્યાન બાળકોની પૂછપરછમાં એક અંકલ બાળકીને લઇ ગયો હોવાનું બાળકે જણાવ્યું હતું. જેથી પોલીસે અલગ અલગ સીસીટીવી ફૂટેજ તપાસવાની શરુઆત કરી હતી. આ દરમ્યાન એક ઇસમ બાળકીને લઈને જતો દેખાયો હતો
બાળકીની ભાળ મેળવવા પોલીસે સવારથી સાંજ સુધી સીસીટીવી ફૂટેજ ચકાસવાની સાથે અલગ અલગ ટીમો બાળકીને શોધવા કામે લાગી હતી. આ દરમ્યાન બાળકી ઈજાગ્રસ્ત હાલતમાં ઝંડી ઝાંખરા માંથી મળી આવી હતી. પોલીસે તપાસ કરતા બાળકીના ગળા અને પ્રાઈવેટ પાર્ટ પર ઈજાના નિશાન મળી આવ્યા હતા. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી જ્યાં તેણીની પર દુષ્કર્મ થયું હોવાનું બહાર આવ્યું હતું વધુમાં મળતી માહિતી મુજબ આ ઘટનામાં પોલીસે આરોપીને પણ ઝડપી લીધો હતો. જો કે આ મામલે પોલીસે હજુ કોઈ સતાવાર નિવેદન આપ્યું નથી.