વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બન્યા છે
સુરતના ધારાસભ્ય મંત્રી તરીકે શપથ લે તે પહેલા જ ઉજવણીનો કાર્યક્રમ જાહેર કરાતા હાસ્યાસ્પદ ઘટના બની
WatchGujarat. નવા મંત્રી મંડળને લઈને અનેક અટકળો તેજ થઇ છે. પરંતુ સુરતમાં મંત્રીઓ શપથ લે તે પહેલા જ ઉજવણીનો દરો શરુ થઇ ગયો છે. મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી બની ગયા હોય તેવા મેસેજ વાયરલ થયા હતા અને ફટકડા ફોડવાનો કાર્યક્રમ પણ ઘોષિત કરી દેવામાં આવ્યો હતો. એટલું જ નહી હજુ સતાવાર રીતે કોઈ પણ મંત્રીઓએ શપથ લીધા નથી ત્યાં સુરતમાં ઉજવણી અને મીઠાઈ વ્હેચાવાનો દોર શરુ થઇ ગયો છે
વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બન્યા છે. અને હવે તેઓના મંત્રી મંડળને લઈને અનેક અટકળો ચાલી રહી છે. અલગ અલગ શહેરમાં અલગ અલગ નામો ચર્ચામાં આવી રહ્યા છે. પરંતુ સુરતમાં ભેંસ ભાગોળે છાસ છાગોળે જેવી સ્થિતિ સામે આવી છે. હજુ સત્તાવાર રીતે કોઈ પણ મંત્રીની જાહેરાત કરાઈ નથી અને ના તો કોઈ મંત્રીએ શપથ લીધા છે. પરંતુ સુરતમાં અગાઉથી જ મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી બની ગયા હોય તેવા મેસેજ વાયરલ થયા હતા અને ફટકડા ફોડવાનો કાર્યક્રમ પણ ઘોષિત કરી દેવામાં આવ્યો હતો. વાયરલ મેસેજમાં હર્ષ સંઘવીને રાજ્યકક્ષાના ગૃહપ્રધાન બનાવવામાં આવતા ફટાકડા ફોડવાનો કાર્યક્રમ અશોક પાન સેન્ટર સિટી લાઈટ ખાતે રાખવામાં આવ્યો છે. બધા કાર્યકર્તાઓને એકઠા થઈ થઈ જવા સુધીની સૂચના આપી દેવામાં આવી હતી.
સુરતમાં મીઠાઈ વ્હેચણી પણ શરુ થઇ
હજુ સતાવાર રીતે કોઈ પણ મંત્રીએ શપથ લીધા નથી. પરંતુ સુરતમાં ધારાસભ્યોના ઘરે ઉજવણીનો દોર શરુ થઇ ગયો છે. કતારગામ વિસ્તારના ધારાસભ્ય વિનુ મોરડિયાના ઘરે ઉજવણી કરવામાં આવી રહી છે. તેઓ મંત્રી બની ગયા હોય તેવી રીતે મીઠાઈની વ્હેચની કરવામાં આવી રહી છે. સમર્થકો તેઓના ઘરે ઉમટી રહ્યા છે અને અલગ અલગ રીતે ઉજવણી કરી રહ્યા છે. તેવી જ રીતે ધારાસભ્ય હર્ષ સંઘવીના ઘરે પણ ઉજવણીનો દોર શરુ થઇ ગયો છે. હર્ષ સંઘવીના ઘરે પણ સમર્થકો ઉમટી રહ્યા છે અને નાચ ગાન કરી તેમજ મીઠાઈ ખવડાવી ઉજવણી કરી રહ્યા છે.