• સુરતનાં ધારાસભ્ય ઝંખના પટેલ કોરોના પોઝીટીવ આવ્યા
  • પોતાના ઓફિશિયલ ટ્ટિટર અને ફેસબુક હેન્ડલ પર આ માહિતી આપી
  • રવિવારે સીએમ સાથે સ્ટેજ પર જોવા મળેલા ધારાસભ્ય ઝંખના પટેલ


WatchGujarat.રાજ્યમાં કોરોનાએ પોતાની ગતિ પકડી છે. એક બાજુ સરકાર કોરોના સામે લડવાની તકેદારી રાખવાની જાહેરાત કરી રહી છે પરંતુ નેતાઓ જ સરકારી કાર્યક્રમો અને ઉત્સવોમાં વ્યસ્ત છે. હજારોની ભીડમાં અને માસ્ક પહેર્યા વિના ભાજપનાં નેતાઓના જાહેર કાર્યક્રમો થઇ રહ્યા છે જેની અસર ધીમે-ધીમે દેખાવા લાગી છે.ભાજપનાં એક પછી એક નેતા કોરોના પોઝીટીવ આવી રહ્યા છે. હવે સુરતનાં ધારાસભ્ય ઝંખના પટેલ કોરોના પોઝીટીવ આવ્યા છે.

મળતી માહિતી મુજબ ધારાસભ્ય ઝંખના પટેલે ટ્વિટ કરી કે, ‘કોરોનાના લક્ષણો જણાતા મેં કોરોનાનો આરટી-પીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોક્ટરની સલાહ મુજબ હું સેલ્ફ કોરન્ટાઈન થઈ છું, તબિયત સારી છે.’ તેમણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને રિપોર્ટ કરાવવા પણ વિનંતી કરી છે.ધારાસભ્ય ઝંખના પટેલે શનિવારે સુરત ભાજપના જિલ્લા પ્રમુખ સંદિપ દેસાઈ સાથે ઘણા કાર્યક્રમોમાં હાજરી આપી હતી. રવિવારે સંદિપ દેસાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમના સંપર્કમાં આવેલા ઝંખના પટેલ રવિવારે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં સ્ટેજ પર જોવા મળ્યા હતા. હવે, ઝંખના પટેલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ કાર્યક્રમમાં તેઓ બીજા ઘણા નેતાઓ અને કાર્યકરોને પણ મળ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં ગત રવિવારે યોજાયેલા સાયક્લોથોન, નદી ઉત્સવ સહિતના કાર્યક્રમ પછી ભાજપના એક પછી એક નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત હતા. સુરતમાં રવિવારે સીએમ સાથે સ્ટેજ પર જોવા મળેલા ધારાસભ્ય ઝંખના પટેલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તેમણે પોતે પોતાના ઓફિશિયલ ટ્ટિટર અને ફેસબુક હેન્ડલ પર આ માહિતી આપી છે. સુરતમાં જે રીતે ભાજપના એક પછી એક નેતા કોરોનાગ્રસ્ત થઈ રહ્યા છે, તે એક ગંભીર સંકેત છે. જો તંત્ર વહેલી તકે જાગશે નહીં તો સુરત શહેર અને જિલ્લામાં કોરોના વિસ્ફોટ થવાની શક્યતા નકારી શકાય નહીં.

Facebook Comments Box

Videos

Our Partners