પાર્લે પોઈન્ટ પર દુકાન ધરાવતા ટ્રાવેલ સંચાલક જોડે અનોખી રીતે થઇ છેતરપીંડી
આંગળીયા પેઢી મારફતે પૈસા ચુકવવાનો વાયદો
આખરે પૈસા નહિ મળતા સંચાલકે છેતરાયાની ફરિયાદ નોંધાવી
WatchGujarat. ટેલીફોન દ્વારા ફ્લાઈટ અને હોટેલ બુકિંગના ઓર્ડર કરી નાણા આંગડીયા પેઢી મારફતે મોકલાવ્યા હોવાનું જણાવી અડાજણના ટ્રાવેલ એજન્ટ સાથે 61 હજાર રૂપિયાની છેતરપીંડી થઇ હતી. આ ઘટનામાં જે એકાઉન્ટમાં નાણા જમાં થયા હતા તે મુંબઈના બે વેપારીની ધરપકડ કરાઈ છે. બંનેએ અજાણ્યા ઈસમને પોતાનું એકાઉન્ટ માત્ર 2 હજારની લાલચે ઉપયોગ કરવા માટે આપ્યું હતું
સુરતના પાર્લે પોઈન્ટ ખાતે રહેતા અને અડાજણ ખાતે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ તથા મની ટ્રાન્સફરની ઓફીસ સુલભ ઠક્કર ધરાવે છે. ગત જુલાઈ મહિનામાં એક નબર ઉપરથી વોટ્સએઅપ મેસેજ તથા કોલ કરી દિલ્હી અને અમદાવાદ ફ્લાઈટની બે ટીકીટ ઉપરાંત આગામી દિવસો માટે સુરતથી બેંગ્લોરની નવ ટીકીટ, બેંગ્લોર હોટેલ બુકિંગના 44 હજાર તથા દિલ્હીમાં ઉતરેલા તેના મિત્રનું હોટેલ ચેક આઉટનું ભાડું 32 હજાર જમા કરાવવા માટે કહ્યું હતું. અને તેના નાણા આંગડીયા પેઢીમાંથી મળી જશે તેમ કહ્યું હતું. થોડીક મીનીટોમાં જ આંગડીયા પેઢીમાંથી ફોન આવતા ટ્રાવેલ્સ એજન્ટે 30 હજાર અને દિલ્હીની હોટેલનું પેમેન્ટ કરવાના નામે 30 હજાર ચૂકવી દીધા હતા. જો કે સુરતના સરનામે કોઈ આંગડીયા પેઢી ન હતી અને આ મામલે ઠગાઈ થતા અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ હતી.
આ મામલે પોલીસે થાણે મીરાં રોડ પર વાળંદની દુકાન ધરાવતા અમિત સુરેન્દ્ર ઠાકુર અને કાપડની દુકાન ધરાવતા ચિતન જગદીશચંદ્ર શાહની ધરપકડ કરાઈ છે. પોલીસ તપાસમાં છેતરપીંડી કરીને મેળવેલા નાણા આ બંનેના એકાઉન્ટમાં જમા થયા હતા. જે તે સમયે એક શખ્સ પોતાની દુકાનમાં આવ્યો હતો અને તેની પાસે કોઈ એકાઉન્ટ નહી હોય 2 હજાર રૂપિયા કમીશન આપ્યું હતું. જો કે હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
- પાર્લે પોઈન્ટ પર દુકાન ધરાવતા ટ્રાવેલ સંચાલક જોડે અનોખી રીતે થઇ છેતરપીંડી
- આંગળીયા પેઢી મારફતે પૈસા ચુકવવાનો વાયદો
- આખરે પૈસા નહિ મળતા સંચાલકે છેતરાયાની ફરિયાદ નોંધાવી