શેઠ કાંતિ ચંદન રાજપૂતે રોકડા રૂપિયા 19.20 લાખ કારમાં સાચવવા આપ્યા હતા. જે માતબાર રકમ લઇ મનોહર ભાગી છુટ્યો
સુરતના પુણા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમ્યાન સારોલી ગામ પાસે વાહન ચેકિંગ દરમ્યાન એક યુવક રોકડા રૂપિયા 18.30 લાખ સાથે પકડાયો
આરોપીએ પોતાનું નામ મનોહર લક્ષ્મણ બ્નસોડે હોવાનું જણાવ્યું
WatchGujarat. પુણા પોલીસે સારોલીથી મહારાષ્ટ્રના પીપરીમાં થયેલી રૂપિયા 19.20 લાખની ચોરીના આરોપીને રોકડા રૂપિયા 18.30 લાખ સાથે પકડી પાડ્યો હતો. આરોપીએ શેઠે સાચવવા આપેલા રૂપિયા ચોરી કરી ભાગી છૂટ્યો હતો
સુરતના પુણા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમ્યાન સારોલી ગામ પાસે વાહન ચેકિંગ દરમ્યાન એક યુવક રોકડા રૂપિયા 18.30 લાખ સાથે પકડાયો હતો. તેની પાસે રોકડ રકમના કોઈ આધાર પુરાવા ન હોય પોલીસે તેને અટકાયતમાં લઇ કડક પૂછપરછ કરી હતી. જેમાં પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે મહારાષ્ટ્રના પીપરી ચીચવાડા જીલ્લાના નીગડી પોલીસ મથકે ગત 4 ના રોજ થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો હતો.
આરોપીએ પોતાનું નામ મનોહર લક્ષ્મણ બ્નસોડે હોવાનું જણાવ્યું હતું અને તે ચાના પેપર કપ બનાવતી કંપનીમાં ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. આ દરમ્યાન તેને શેઠ કાંતિ ચંદન રાજપૂતે રોકડા રૂપિયા 19.20 લાખ કારમાં સાચવવા આપ્યા હતા. જે માતબાર રકમ લઇ મનોહર ભાગી છુટ્યો હતો. જે અંગે નીગડી પોલીસ મથકમાં ચોરીનો ગુનો પણ નોંધાયો હતો.
મોબાઈલ ખરીદ્યો, દારૂ પીવામાં રૂપિયા ઉડાવ્યા
19.20 લાખમાંથી આરોપીએ એક મોબાઈલ ખરીદી લીધો હતો. જયારે કેટલાક રૂપિયા તેણે દારૂ પીવામાં ખર્ચી નાખ્યા હોવાનું જણાવ્યું હતું. પુણા પોલીસે આરોપીનો કબજો મહારાષ્ટ્ર પોલીસને સોપવા કવાયત હાથ ધરી છે.