વલસાડ જલારામ મંદિર રોડ પાસે રહેતા રાજેશભાઈ ઈશ્વરભાઈ અંક્લેશ્વરીયા પોતાના ડોક્ટર પુત્રના લગ્ન માટે સુરત ખાતે ખરીદી કરવા માટે પરિવાર સાથે આવ્યા
દરમ્યાન એક મોપેડ સવાર ઇસમેં તેઓને મોપેડની ટક્કર મારી જમીન પર પાડી દીધા
જમીને ખિસ્સા તપાસતા તેમાંથી રૂ. 1.50 લાખની રોકડ ગાયબ
ઘટનામાં એસ.ઓ.જી.પોલીસે ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજન તેમજ વૃદ્ધની પૂછપરછ કરી માહિતી એકત્ર કરી
WatchGujarat. વલસાડથી ડોક્ટર પુત્રના લગ્નની ખરીદી કરવા માટે આવેલા વૃદ્ધને મોપેડ પર ટક્કર મારી તેની નજર ચૂકવી રૂ. 1.50 લાખની રોકડ ચોરી લેનારા બે પૈકી એક ઈસમને સુરત શહેર એસ.ઓ.જી.પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 8 હજારની રોકડ કબજે કરી હતી. જયારે ફરાર અન્ય આરોપીની તપાસ હાથ ધરી છે
વલસાડ જલારામ મંદિર રોડ પાસે રહેતા રાજેશભાઈ ઈશ્વરભાઈ અંક્લેશ્વરીયા પોતાના ડોક્ટર પુત્રના લગ્ન હોય તેઓ સુરત ખાતે ખરીદી કરવા માટે પરિવાર સાથે આવ્યા હતા અને બપોરના સમયે ઉમરા વિસ્તારમાં આવેલા અઠવાગેટ પાસે આવેલા મૈસુર કાફેમાં જવા ગયા હતા. પરંતુ ત્યાં ભીડ હોય તેઓ ચાલતા ચલતા બીજી હોટેલ શોધતા હતા. દરમ્યાન એક મોપેડ સવાર ઇસમેં તેઓને મોપેડની ટક્કર મારી જમીન પર પાડી દીધા હતા. અને બાદમાં ત્યાં થોડીવાર ઝગડો કરી ત્યાંથી બંને ઈસમો ચાલ્યા ગયા હતા. દરમ્યાન વૃદ્ધ હોટેલમાં જમવા ગયા હતા. અને જમીને ખિસ્સા તપાસતા તેમાંથી રૂ. 1.50 લાખની રોકડ ગાયબ હતી. જેથી મોપેડ સવાર બંને ઈસમોએ ચોરી કરી હોવાનું માલુમ પડતા તેઓએ આ બાબતે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં એસ.ઓ.જી.પોલીસે ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજન તેમજ વૃદ્ધની પૂછપરછ કરી માહિતી એકત્ર કરી હતી અને બાદમાં ભાઠેના ખાતે આવેલા પંચશીલ નગર પસેતીહ આરોપી જાકીર ઉર્ફે શાહરૂખ ઉર્ફે ચોકા ઈબ્રાહીમ શેખને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 8 હજારની રોકડ ક્ર્બ્જે કરી હતી.
આરોપીની કડક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ગત તારીખ 20/08/21 ના રોજ તેના મિત્ર સાથે બંને અઠવાગેટથી નવી કોર્ટ સુધી મોપેડ ઉપર રોડ પર ચાલતા હતા રાહદારીના ખિસ્સામાંથી પૈસાની ચોરી કરવાના ઈરાદે આંટા મારતા હતા. ત્યારે અઠવાગેટ નજીક આવેલા મૈસુર કાફેમાંથી એક વૃદ્ધ વ્યક્તિ બહાર નીકળેલ અને તેની પાસે પૈસા હોવાનું ધ્યાને આવતા તેનો મિત્ર તુંરત જ મોપેડ ઉપરથી નીચે ઉતરી તે વુર્દ્ધની પાછળ ચાલવા લાગ્યો હતો અને અને બાદમાં વૃદ્ધને મોપેડથી ટક્કર મારી તેનું ધ્યાન ભટકાવી રૂ. 1.50 લાખની ચોરી કરી બંને ઈસમો ભાગી ગયા હતા. વધુમાં ઝડપાયેલા આરોપી સામે અગાઉ ખટોદરા અને સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. તેમજ ફરાર થઇ ગયા તેના મિત્રની પોલીસે શોધખોળ હાથ ધરી છે.