• સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં કેવલ આવાસ માં રહેતી 27 વર્ષીય ચાંદની સંતોષકુમાર મોર્યાએ આપઘાત કરી લીધો છે
  • ચાંદની મૌર્યના દિયર નોકરીએથી ઘરે પરત ફર્યો ત્યારે તેના ભત્રીજા નો રડવાનો અવાજ આવતો હતો
  • દરવાજો ખોલતાં એક રૂમમાં તેનો ભત્રીજો રડી રહ્યો હતો, ત્યારે બીજા રૂમમાં તેના ભાભી પંખા પર લટકતી હાલતમાં મળી આવ્યા

WatchGujarat. પતિ અને સાસરીયાઓના ત્રાસથી ડિંડોલી વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પંખા વડે લટકીને ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. મરનાર પરિણીતા નો બે મહિનાનો પુત્ર પણ છે. બે મહિનાના નવજાત બાળકને બાજુના રૂમમાં દૂધ પીવડાવીને સુવડાવ્યા બાદ આ મહિલાએ બીજા રૂમમાં જઈને પંખા સાથે લટકી ને ગળે ફાંસો ખાઈ લીધો છે.

વધુમાં મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં કેવલ આવાસ માં રહેતી 27 વર્ષીય ચાંદની સંતોષકુમાર મોર્યાએ આપઘાત કરી લીધો છે. મહિલાના પિતાએ મૃતકના પતિ સહિત સાસરિયાં સામે આપઘાતની દુષ્પ્રેરણા તે ફરિયાદ દાખલ કરી છે.

ગઈકાલે સાંજે ચાંદની મૌર્યના દિયર નોકરીએથી ઘરે પરત ફર્યો ત્યારે તેના ભત્રીજા નો રડવાનો અવાજ આવતો હતો. તેણે દરવાજો ખટખટાવી ને જોયો પરંતુ કોઈએ દરવાજો ખોલ્યો ન હતો. જો કે આજુબાજુ વાળા ની મદદથી દરવાજો ખોલતાં એક રૂમમાં તેનો ભત્રીજો રડી રહ્યો હતો, ત્યારે બીજા રૂમમાં તેના ભાભી પંખા પર લટકતી હાલતમાં મળી આવ્યા હતા. ત્યારે તેની ભાભી નુ મૃતદેહ પંખા પરથી નીચે ઉતારીને 108ને જાણ કરી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

મૃતક ચાંદનીના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, 28 નવેમ્બર 2020 ના રોજ ચાંદની ના લગ્ન થયા હતા. લગ્નના બે-ત્રણ મહિના સુધી ઘરસંસાર વ્યવસ્થિત ચાલ્યો હતો. પરંતુ તે પછી પતિ અને સાસરિયાંઓ દ્વારા ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. બે મહિના પહેલા જ ચાંદનીને ને એક પુત્રને જન્મ પણ આપ્યો હતો .

જોકે છતાં પણ પતિ સહિતના સાસરીયાઓ ઘરના કામ બરાબર કરતી નથી તેમજ જમવાનું બનાવતા આવડતું નથી એવું કહીને તેની પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતા હતા. આ બાબતની જાણ ચાંદનીએ એના પિતાને પણ કહી હતી અને તેને ઘરે લઈ જવા જણાવ્યું હતું. પિતાએ તેને થોડો દિવસ થોભી જવા કહ્યું હતું જોકે ઘટના બની તે દિવસે ચાંદનીના પિતાએ તેને ઘણા ફોન કર્યા હતા  પરંતુ તેને ફોન ઉઠાવ્યો નહોતો. તે બાદ તેમને ચાંદનીના આપઘાતની જાણ થઈ હતી.

Facebook Comments Box

Videos

Our Partners