• સુરતમાં એક એવી ઘટના સામે આવી જેને જાણીને લોકો તો ઠીક પણ પોલીસ પણ ચોકી ઉઠી
  • એક જનેતાએ પોતાના જ કાળજાના કટકા સમાન 18 દિવસની બાળકીને તાપી નદીમાં ફેકી દીધી, અને પછી જે કર્યું જે તો અત્યંત આધાતજનક છે
  • બાળકીનું અપરહણ થયાના 5 કલાક બાદ તેણીએ પતિને જાણ કરી હતી અને પોલીસ મથકે પણ મોડી આવી

WatchGujarat. સુરતમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. સુરતમાં એક માતાએ પોતાની જ 18 દિવસની દીકરીને તાપી નદીમાં ફેકી દીધી હતી અને બાદમાં પોલીસ મથકે પહોચી બાળકીનું અપહરણ થયું હોવાનું જુઠાણું ચલાવ્યું હતું. જો કે પોલીસ તપાસમાં બાળકીની માતા પડી ભાંગી હતી અને બાળકીને તાપી નદીમાં ફેકી દીધી હોવાની વાત જણાવતા  પોલીસ પણ ચોકી ઉઠી હતી. ગતરોજ બાળકીની તાપી નદીમાં શોધખોળ હાથ ધરાઈ હતી પરંતુ બાળકીની કોઈ ભાળ મળી ન હતી. દરમ્યાન આજે બાળકીની લાશ મળી આવી હતી

સુરતમાં એક એવી ઘટના સામે આવી છે. જેને જાણીને લોકો તો ઠીક પણ પોલીસ પણ ચોકી ઉઠી હતી. એક જનેતાએ પોતાના જ કાળજાના કટકા સમાન 18 દિવસની બાળકીને તાપી નદીમાં ફેકી દીધી હતી એટલું જ નહી લાજવાને બદલે પોલીસ મથકે પહોચી બાળકીનું અપહરણ થયું હોવાનું જુઠાણું ચલાવ્યું હતું. જો કે પોલીસ તપાસમાં આખો મામલો બહાર આવી ગયો હતો. ઘટના કાંઇક એમ છે કે સુરતના ઉન વિસ્તારમાં રહેતી 24 વર્ષીય શાહીન શેખ પોલીસ મથકે પહોચી હતી. અને તેણીની 18 દિવસની બાળકીનું કોઈ અપહરણ કરી ગયું હોવાનું પોલીસને જણાવ્યું હતું. ઘટનાની ગંભીરતા જોઈ પોલીસ દોડતી થઇ ગયી હતી. બીજી તરફ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તેણીની પૂછપરછ શરુ કરી હતી.

બાળકીનું અપરહણ થયાના 5 કલાક બાદ તેણીએ પતિને જાણ કરી હતી અને પોલીસ મથકે પણ મોડી આવી હતી.પોલીસને આ મામલે શંકા લગતા તેની કડક પૂછપરછ શરુ કરાઈ હતી. જેમાં તે પડી ભાંગી હતી અને પોલીસને જે જણાવ્યું તે જાણીને ખુદ પોલીસ પણ ચોકી ઉઠી હતી.

મળતી માહિતી મુજબ શાહીન હારુન નામના યુવાન સાથે એક વર્ષ અગાઉ માતાપિતાની વિરુદ્ધ જઈ લિવ ઈન રિલેશનશીપમાં રહેવાનું શરૂ કર્યું હતું. તેને ઘર કંકાસ થયા કરતો હતો આ ઉપરાંત ઘરનું ભાડું પણ ભરવાનું બાકી હતું. જેથી કંટાળી તે તેના માતા પિતા પાસે મદદ માટે ગયી હતી. હારુન અંગે ફરિયાદ કરતા માતાપિતાએ તેને ઠપકો આપ્યો હતો કે તે અમારી મરજી વિરુદ્ધ પગલું ભર્યું હતું તો હવે અમે શું કરીએ. આ બાબત લાગી આવતા તે રીક્ષામાં બાળકીને લઈ હોપપુલ પહોંચી હતી અને ત્યાંથી બાળકીને તાપી નદીમાં ફેંકી દીધી હતી. ત્યાર બાદ તે ઘરે આવી હતી કલાકો બાદ અપહરણની બોગસ વાત પતિ અને પોલીસને કરી હતી.

આ ઘટનાને લઈને ફાયર બ્રિગેડની મદદ લઈને પોલીસે આખો દિવસ બાળકીની શોધખોળ હાથ ધરી હતી. દરમ્યાન બાળકીનો કોઈ પતો લાગ્યો ન હતો. દરમ્યાન આજે બાળકીની લાશ તાપી નદીમાંથી મળી આવી હતી. આ ઘટનાને લઈને પોલીસે બાળકીની માતાની અટકાયત કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments Box

Videos

Our Partners