• રસ્તાઓના પેચ વર્ક બરોબર ન થતા હોવાની ફરિયાદો ઉઠી
  • હજીરાથી કડોદરા જઈ રહેલી ટ્રકનું ટાયર ખાડામાં ફસાયું
  • આ પ્રકારે વાહન ફસાઈ જતા લોકોને પણ હાલાકી ભોગવવી પડી હતી

WatchGujarat. સુરતના સહારા દરવાજા ખાતે રોડમાં પડેલા ખાડામાં એક લોડેડ ટ્રક ફસાઈ ગયી હતી. જેને લઈને અહી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો બીજી તરફ જેસીબી મશીનની મદદ પણ લેવામાં આવી હતી. સુરતમાં એક તરફ મેટ્રોની કામગીરીને લઈને ઘણા રસ્તાઓને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. તો બીજી તરફ રસ્તાઓના પેચ વર્ક બરોબર ન થતા હોવાની ફરિયાદો ઉઠી છે. આ બધા વચ્ચે સુરતના સહારા દરવાજા વિસ્તારમાં વહેલી સવારે એક લોડેડ ટ્રક પસાર થઇ રહ્યો હતો આ દરમ્યાન રસ્તામાં પડેલા ખાડામાં આ ટ્રફ ફસાઈ ગયો હતો જેને લઈને અહી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ ડ્રેનેજ લાઈન નાખ્યા બાદ રસ્તાનું પેચવર્ક બરોબર નહી કરાતા અહી ટ્રક ફસાયો હોવાની માહિતી મળી હતી. આ ટ્રક રેતી ભરી હજીરાથી કડોદરા જઈ રહી હતી તે વેળાએ આ ઘટના બની હોવાની માહિતી મળી હતી.

ઉલ્લેખનીય છે કે સહારા દરવાજા વિસ્તારમાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. ત્યાં આ પ્રકારે વાહન ફસાઈ જતા લોકોને પણ હાલાકી ભોગવવી પડી હતી. ટ્રકમાં નિયત કરતાં વધારે માત્રામાં રેતી કપચી ભરી હોવાથી પણ રસ્તો બેસી ગયો હોવાનું સ્થાનિકોએ વધુમાં જણાવતાં કહ્યું કે, આ પ્રકારે બેફામપણે ઓવરલોડેડ દોડતી ટ્રક પર પણ તંત્ર દ્વારા લાલ આંખ કરવાની જરૂર છે.

Facebook Comments Box

Videos

Our Partners