• આજથી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, ઝોન ઓફીસ, જાહેર બાગ બગીચા, બસ સ્ટેન્ડ, બીઆરટીએસ, ઝુ, એકવેરિયમ સહિત હવે જાહેર સ્થળો પર વેકસિન લીધી હશે તો જ પ્રવેશ
  • આ નિયમ લાગુ કરવા પાછળનું મુખ્ય કારણ એ જ કે લોકો મહત્તમ વેકસીનેટેડ થાય
  • શહેરમાં હજી 6 લાખ જેટલા એલિજેબલ લોકો છે, જેઓ વેકસિન ના બીજા ડોઝથી વંચિત છે

WatchGujarat. દિવાળી બાદ પોતાના વતન કે બહાર ગામથી હરી ફરીને આવતા લોકોને કારણે રાજ્યમાં કોરોનાના કેસોમાં આંશિક વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં હવે સુરત મનપા દ્વારા પણ કોઈ ચૂંક બાકી રાખવામાં નથી આવી રહી. જેથી હવે કોર્પોરેશન દ્વારા વેકસીનેશન પર ભાર મુકવા હવે જાહેર સ્થળો પર રસી નહિ તો પ્રવેશ નહિ જેવા અભિયાન શરૂ કરવામાં આવ્યા છે.

સુરતમાં હવે આજથી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, ઝોન ઓફીસ, જાહેર બાગ બગીચા, બસ સ્ટેન્ડ, બીઆરટીએસ, ઝુ, એકવેરિયમ સહિત હવે જાહેર સ્થળો પર વેકસિન લીધી હશે તો જ પ્રવેશ આપવામાં આવશે. એટલું જ નહીં આવતીકાલથી આ નિયમ શોપિંગ મોલ, હોટેલ અને સીનેમાગૃહોમાં પણ લાગુ પડશે. આ લાગુ કરવા પાછળનું મુખ્ય કારણ એ જ કે લોકો મહત્તમ વેકસીનેટેડ થાય.

જાહેર સ્થળો પર પ્રવેશતા લોકોને હવે ફરજીયાત વેકસિન લીધા હોવાનું સર્ટિફિકેટ બતાવવામાં આવશે. જો બીજા ડોઝની અવધિ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં વેકસિન લીધી ન હોય તો સ્થળ પર જ વેકસિન આપવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે. તેમજ જો વેકસીનનો ડોઝ લીધો ન હોય તો સ્પોટ પર જ કોરોના ટેસ્ટિંગ પણ ફરજીયાત કરવાનું રહેશે.

શહેરમાં હજી 6 લાખ જેટલા એલિજેબલ લોકો છે, જેઓ વેકસિન ના બીજા ડોઝથી વંચિત છે. ત્યારે આ અભિયાન દ્વારા બીજા ડોઝ માટે આળસ કરી રહેલા લોકોને પણ આઇડેન્ટિફાઈ કરવામાં સરળતા રહેશે. બીજા ડોઝ માટે મનપાએ 60 ટકા જેટલો લક્ષ્યાંક મેળવ્યો છે. દિવાળી બાદ કોરોનાના કેસો વધુ ન વકરે તેમજ વેકસિન લીધા પછી પણ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી હોવા માટે સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

Facebook Comments Box

Videos

Our Partners