કપોદ્રા વિસ્તારમાં વાસનામાં અંધ બનેલા એક વૃદ્ધે તમામ હદો પાર કરી
સોસાયટી નજીક રમતા બાળકોને વ્હાલ કરવાના બહાને વૃદ્ધ કોઈ ને જાણ ન થાય તેવી રીતે તેઓની સાથે અશ્લીલ હરકત પણ કરતો
વૃદ્ધની અશ્લીલ હરકતોથી કંટાળી બાળકોએ આ વિડીયો બનાવી લીધો
WatchGujarat. સુરતના કપોદ્રા વિસ્તારમાં એક વૃદ્ધે માનસિક બીમાર બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. વૃદ્ધ બાળકોને રમાડવાના બહાને તેની સાથે અશ્લીલ હરકત કરતો હતો. જો કે આ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી પોલીસને સોપવામાં આવ્યો છે. અને આ મામલે પોલીસે તપાસ શરુ કરી છે
સુરતના કપોદ્રા વિસ્તારમાં વાસનામાં અંધ બનેલા એક વૃદ્ધે તમામ હદો પાર કરી હતી. આ વૃદ્ધે સોસાયટી નજીક રમતા બાળકોને વ્હાલ કરવાના બહાને તેઓને રમાડતો હતો જો કે ત્યારબાદ કોઈ ને જાણ ન થાય તેવી રીતે તેઓની સાથે અશ્લીલ હરકત પણ કરતો હતો. વુર્દ્ધ નિસંતાન છે. અને તે બાળકોને રમાડતો હોય લોકો તેઓને જોઈ ખુશ થતા હતા. જો કે વૃદ્ધનો આ ચેહરો જોઈ સૌ કોઈ ચોકી ઉઠ્યા હતા.
વૃદ્ધની અશ્લીલ હરકતોથી કંટાળી બાળકોએ આ વિડીયો બનાવી લીધો હતો. અને ત્યારબાદ વડીલોને બતાવ્યો હતો. આ વિડીયો જોઈ સૌ કોઈ ચોકી ઉઠ્યા હતા. આ વિડીયોની સાથે રહીશો પોલીસ મથકે પહોંચ્યા હતા જેમાં પોલીસને આ વિડીયો બતાવવામાં આવ્યો હતો. આ વીડિયોના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હોવાનું જાણવા મળ્યું છે
સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે માનસિક બીમાર બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય બાબતે મૌન ધારણ કરીશું, તો ભગવાન પણ માફ નહિ કરે. એ વિચારથી પોલીસની મદદ લીધી હતી. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધવાની સાથે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
- કપોદ્રા વિસ્તારમાં વાસનામાં અંધ બનેલા એક વૃદ્ધે તમામ હદો પાર કરી
- સોસાયટી નજીક રમતા બાળકોને વ્હાલ કરવાના બહાને વૃદ્ધ કોઈ ને જાણ ન થાય તેવી રીતે તેઓની સાથે અશ્લીલ હરકત પણ કરતો
- વૃદ્ધની અશ્લીલ હરકતોથી કંટાળી બાળકોએ આ વિડીયો બનાવી લીધો