• 44 દુકાનો પૈકી ત્રણ દુકાનોને સીલિંગ કરવાની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી
  • દુકાનોની અંદર ગેરકાયદેસર રીતે જિમ ચાલુ કરી દેવામાં આવ્યું હતું
  • આ કોમ્પ્લેક્ષમાં અસામાજિક તત્વો દ્વારા અડ્ડો જમાવી દેવામાં આવ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી હતી

WatchGujarat.લાંબા સમય બાદ આજે સુરત મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. કોસાડ આવાસમાં આવેલા શોપિંગ કોમ્પ્લેક્ષમાં ગેરકાયદેસર દુકાનોનું બાંધકામ થયું હોવાનું ધ્યાનમાં આવતા આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કોમ્પ્લેક્ષમાં 44 જેટલી દુકાનો આવેલી છે, જેમાંથી ફક્ત 3 દુકાનો જ કોર્પોરેશન દ્વારા સત્તાવાર રીતે ફાળવવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું હતું.

કોર્પોરેશનના ટાઉન પ્લાંનિંગ વિભાગની ટિમ જયારે અહીં પહોંચી ત્યારે જાણવા મળ્યું હતું કે સત્તાવાર રીતે નહીં ફાળવવામાં આવેલી દુકાનોમાં પણ કેટલાક બિનઅધિકૃત લોકો દ્વારા ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી દેવામાં આવ્યો હતો.

44 દુકાનો પૈકી ત્રણ દુકાનોને સીલિંગ કરવાની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી. તેમજ ગેરકાયદેસર રીતે જેમને દુકાનોમાં કબ્જો કર્યો હતો. તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. દુકાનોની અંદર ગેરકાયદેસર રીતે જિમ ચાલુ કરી દેવામાં આવ્યું હતું. તેમજ બિલ્ડીંગ મટીરીયલ અને વેચાણ પણ શરૂ કરવામાં આવ્યું હતું.

કાર્યપાલ ઇજનેરના જણાવ્યા પ્રમાણે આ કોમ્પ્લેક્ષમાં અસામાજિક તત્વો દ્વારા અડ્ડો જમાવી દેવામાં આવ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. કોર્પોરેશન દ્વારા જેમને દુકાનો ફાળવવામાં આવી હતી તેને બદલે ત્રાહિત વ્યક્તિઓ દ્વારા જ અહીં ધંધો કરવામાં આવતો હોવાનું પણ જાણવા મળ્યું હતું. જેથી તાત્કાલિક અસરથી દુકાનોને સીલ કરવામાં આવી હતી. કેમ્પસની અંદર ખાણીપીણીની લારીઓ પણ ચાલતી હતી જેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

સિલિંગની આ કામગીરી દરમ્યાન પોલીસ સ્ટાફ અને એસઆરપી જવાનોની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી. જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

Facebook Comments Box

Videos

Our Partners