સુરતમાં છાશવારે દબાણખાતાની ટીમ અને ફેરીયાવાલા લોકો વચ્ચે ઘર્ષણ સર્જાઈ રહ્યું છે
આજરોજ પુણાઆઈ માતા ચોકથી અર્ચનાં સ્કુલ તરફ જતા વિજય નગર પાસે દબાણખાતાની ટીમ દબાણ હટાવવા માટે પહોંચી
દરમ્યાન ટોળું અહી એકઠું થઇ ગયું અને કર્મચારીઓને ઘેરી લેવાયા
WatchGujarat. સુરતના પુણાઆઈ માતા વિસ્તારમાં દબાણખાતાની ટીમ અને લારીવાળા લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. અહી પત્થરમારો પણ કરવામાં આવ્યો હતો. તેમજ પત્થરમારો કરીને જપ્ત કરેલો સમાન પણ છોડાવી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું
સુરતમાં છાશવારે દબાણખાતાની ટીમ અને ફેરીયાવાલા લોકો વચ્ચે ઘર્ષણ સર્જાઈ રહ્યું છે. તેમજ પત્થરમારાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી હતી. સુરતના પુણાઆઈ માતા ચોકથી અર્ચનાં સ્કુલ તરફ જતા વિજય નગર પાસે દબાણખાતાની ટીમ દબાણ હટાવવા માટે પહોંચી હતી. અને લારીઓ સહિતનો સમાન જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી.
આ દરમ્યાન ટોળું અહી એકઠું થઇ ગયું હતું. અને કર્મચારીઓને ઘેરી લેવાયા હતા. આ દરમ્યાન અહી પત્થરમારો પણ કરવામાં આવ્યો હતો. પત્થરમારામાં મનપાની દબાણખતાની ગાડીઓના કાચ પણ તૂટી ગયા હતા. બીજી તરફ અહી પરિસ્થિતિ તંગ બની હતી. જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પરંતુ લોકોનું ટોળું અહી વધારે હતું. હાજર ટોળાએ પાલિકાની ટીમે જપ્ત કરેલી લારીઓ સહિતનો સમાન પણ છોડાવી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે અહી દબાણને લઈને અનેક ફરિયાદો મળતી હોય છે પરંતુ અવાર નવાર ઘર્ષણના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે આગમી સમયમાં અહી ચુસ્ત બંદોબસ્ત સથે દબાણ દુર કરવાની કામગીરી કરાઈ તેવી શક્યતા છે.