• યુવકે તેના બનેવીના જન્મ દિવસે જ ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો
  • ફિયાન્સી હોટલમાં જમવા ન આવતા આવેશમાં આવી યુવકે આપઘાત કરી લીધો
  • યુવકની આઠ મહિના અગાઉ જ સગાઈ થઈ હતી

WatchGujarat. સુરતના નાનપુરા સુથાર મહોલ્લામાં એક યુવકે બનેવીના જન્મ દિવસે જ ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.આપઘાત કરી લેનાર યુવકે બનેવીના જન્મદિવસે હોટલમાં જમવાનું આયોજન થયું હોવાથી પોતાની ફિયાન્સીને પણ નિમંત્રિત કરી હતી. જો કે તેણી ન આવતાં શાહનવાઝ પણ જમવા ગયો નહોતો. બાદમાં ઘરે એકલતાનો લાભ લઈ શાહનવાઝે આપઘાત કર્યો હતો. શાહનવાઝની 8 મહિના પહેલા જ સગાઈ થઈ હતી. એકના એક ભાઈને પતિના જન્મ દિવસે જ પંખા સાથે લટકતો જોઈ બહેન આઘાતમાં સરી પડી હતી.

ટાઈપિસ્ટનું કામ કરતો હતો

સુત્રોના જણાવ્યા અનુસાર, શાહનવાઝ વકીલને ત્યાં ટાઈપીસ્ટ તરિકે કામ કરતો હતો. 20 વર્ષની ઉંમરે જ શાહનવાઝ ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થતો હતો. એકની એક બહેન અને ભાણી સાથે ખૂબ જ લગાવ હતો. ગુરુવારના રોજ બનેવીનો જન્મ દિવસ હતો. એટલે આખા પરિવારે સાંજનું ભોજન હોટેલમાં કરવાનું આયોજન કર્યું હતું. જોકે શાહનવાઝે ફિયાન્સીને બોલાવવાની બહેન સામે ઈચ્છા વ્યક્ત કરી હતી.

માઠું લાગતા આપઘાત

સાંજે બહેને થનારી ભાભીને ફોન કરી પાર્ટીમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. જોકે પરિવારે કોઈ કારણસર ન આવી શકે એમ કહ્યું હોવાની જાણ શાહનવાઝને થતા એ હતાશ થઈ ગયો હતો. છતાં એને ફિયાન્સીને પાર્સલ પહોંચાડી દેવાની વાત બહેનને કરી હતી. ત્યારબાદ ફિયાન્સીએ હું નહિ આવી શકું તમે જઇ આવો એમ કહી ફોન કાપી નાખ્યો હતો. જોકે રાત્રે હોટેલમાં ભોજન કરી ઘરે આવતા શાહનવાઝએ ઘરનો દરવાજો ખોલ્યો ન હતો. એક બાળકને જાળીમાંથી અંદર ઉતારી દરવાજો ખોલાવતા બહેન-બનેવી અને ભાણીને શાહનવાઝ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. અઠવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Facebook Comments Box

Videos

Our Partners