• 30 ઓકટોબરના રોજ તેણે ઘરમાં જ ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો
  • ભાઈની અંતિમ વિધિ કરી ઘરે આવી ભાઈએ તેનો મોબાઈલ ચેક કર્યો હતો જેમાં હકિકત બહાર આવી તે જાણીને તે પણ ચોકી ઉઠ્યો
  • પોતાના જ ભાઈને ઇન્સ્ટાગ્રામ પર  બિભત્સ ચેટ થયેલી હોવાનું અને વિડીયો કોલ થયો હોવાનું સામે આવ્યું
  • આ ઘટનામાં તપાસ કરી રહેલી સાયબર ક્રાઈમ પોલીસ આરોપી સુધી પહોંચી અને 21 વર્ષના આરોપીને પકડી પાડ્યો

WatchGujarat. સુરતમાં ઇન્સ્ટાગ્રામ પર યુવક સાથે વિડીયો કોલમાં નગ્ન અવસ્થામાં થયેલી વાતચિતનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપતા યુવકે બદનામીના ડરથી ફાંસો ખાઈ જીવન ટુકાવી લીધું હતું. એટલું જ નહી યુવક પાસેથી અગાઉ 20 હજાર રૂપિયા પણ પડાવી લેવામાં આવ્યા હતા. તેમ છતાં તેને બ્લેકમેઈલ કરી વધુ રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી

આ ઘટનામાં સુરત સાયબર ક્રાઈમ પોલીસે હરિયાણાથી એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીની ઉમર માત્ર 21 વર્ષની છે અને તે બીટેકનો વિદ્યાર્થી છે. સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટીવ રહેતા લોકો માટે આ ઘટના લાલબતી સમાન છે. સુરતમાં એક એવી ઘટના બની છે જેને લઈને યુવકે આપઘાત કરવો પડ્યો છે. ઘટના કાંઇક એમ છે કે સુરતના રાંદેર વિસ્તારમાં રહેતો ૨૬ વર્ષીય યુવક કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો.

ગત 30 ઓકટોબરના રોજ તેણે ઘરમાં જ ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું. ભાઈની અંતિમ વિધિ કરી ઘરે આવી ભાઈએ તેનો મોબાઈલ ચેક કર્યો હતો જેમાં હકિકત બહાર આવી તે જાણીને તે પણ ચોકી ઉઠ્યો હતો.

પોતાના જ ભાઈને ઇન્સ્ટાગ્રામ પર  બિભત્સ ચેટ થયેલી હોવાનું અને વિડીયો કોલ થયો હોવાનું જણાયું હતું. જેથી તેને વોટ્સએપ ચેટ પણ જોઈ હતી જેમાં આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેક મેઈલ કરવામાં આવતું હતું.  તેનો ભાઈ વિડીઓ ડીલીટ કરવા માટે આજીજી કરતો હતો. પરંતુ બ્લેક મેઈલર માનતા ન હતા. જેથી તેના ભાઈએ 20 હજાર રૂપિયા પણ ચૂકવી દીધા હતા. તેમ છતાં વધુ રૂપિયાની માંગણીઓ થઇ રહી હતી.

એટલું જ નહી આપઘાત પહેલા યુવકે પોતે આપઘાત કરે છે તેવો ફોટો પણ બ્લેકમેઈલર લોકોને મોકલાવ્યો હતો પરંતુ તેઓ માન્ય ન હતા અને છેવટે આખરે કંટાળી યુવકે આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ યુવકના ભાઈએ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં તપાસ કરી રહેલી સાયબર ક્રાઈમ પોલીસ આરોપી સુધી પહોચી ગયી હતી.સાયબર ક્રાઈમ પોલીસે આ ઘટનામાં હરીયાણાના સિરોહી ગામ ખાતેથી 21 વર્ષીય સાદાબ ખાન સાહબ જાન નામના ઇસમની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 2 મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા હતા આરોપી બીટેકનો વિદ્યાર્થી છે.

પોલીસે જણાવ્યું હતું આરોપી ઇન્સ્ટાગ્રામ પર મહિલાના નામનું ફેક એકાઉન્ટ બનાવે છે. ત્યારબાદ અલગ અલગ લોકોને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલે છે અને તેઓની સાથે મિત્રતા કેળવી બીભત્સ વાતચીત કરી વિડીયો કોલ કરી રેકોર્ડ વિડીયો બતાવી બીભત્સ અંગો બતાવવા સારું ઉતેજીત કરી તે વિડીયો કોલનું સ્ક્રીન રેકોડીંગ કરે છે અને બાદ તે વિડીયો વોટ્સએપ પર મોકલી વાયરલ કરવાની ધમકી આપી બળજબરી રૂપિયા કાઢવી લેતો હતો પોલીસે વધુમાં લોકોને પોતાના સોશિયલ એકાઉન્ટ પ્રાઈવેટ રાખવા અને અજાણ્યા લોકોની રીક્વેસ્ટ એક્સેપ્ટ ન કરવા અપીલ કરી હતી.

Facebook Comments Box

Videos

Our Partners