• ડીસીબી પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી
  • સહારા દરવાજા રેલ્વે ગરનાળા પાસેથી વેલન્જાગામ સ્થિત ધારા સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર રમેશભાઈ કાકડિયા અને નડીયાદ ખાતે રહેતા ભૌમિક ઉર્ફે લાલો ઉર્ફે અદા ભુપેન્દ્રભાઈ ત્રિવેદીને ઝડપ્યા
  • આરોપીઓ પાસેથી રૂ. 2.96 લાખની મત્તા કબ્જે કરી, અનેક ચોરીના ભેદ ઉકેલાયા

WatchGujarat. વયવૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી ચેઈન સ્નેચીગ કરતા બે આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે તેઓની પાસેથી સોનાની ત્રણ ચેઇન, બાઈક મળી કુલ રૂ. 2.96 લાખની મત્તા કબજે કરી હતી. આ ઉપરાંત પોલીસ તપાસમાં 4 ગુનાના ભેદ પણ ઉકેલાઈ જવા પામ્યા હતા

સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ચેઈન સ્નેચીગના બનાવો સામે આવતા હતા. રાહદારીઓને નિશાન બનાવી બાઈક પર આવી સ્નેચરો ઘટનાને અંજામ આપી ફરાર થઇ જતા હતા. ત્યારે આવા જ બે આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યા છે. ડીસીબી પોલીસે બાતમીના આધારે સહારા દરવાજા રેલ્વે ગરનાળા પાસેથી વેલન્જાગામ સ્થિત ધારા સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર રમેશભાઈ કાકડિયા અને નડીયાદ ખાતે રહેતા ભૌમિક ઉર્ફે લાલો ઉર્ફે અદા ભુપેન્દ્રભાઈ ત્રિવેદીને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી ત્રણ સોનાની ચેઈન, ગાળેલ રવો અને એક બાઈક મળી કુલ રૂ. 2.96 લાખની મત્તા કબજે કરી હતી

આરોપીની કડક પૂછપરછ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે, જીતેન્દ્ર કાકડિયા તથા ભૌમિક અમદાવાદના વતની અને એકબીજાના પરિચિત છે. તેઓ સહ આરોપી સાથે મળી અમદાવાદ શહેર તથા વડોદરા શહેરમાં વાહનચોરી તથા ચેઈન સ્નેચિંગના ગુનામાં પકડાયા બાદ આરોપી જીતેન્દ્ર કાકડિયા કામરેજ તથા ભુપેન્દ્રા નડીયાદ સ્થાઈ થઇ ગયા હતા. અને નાણાકીય પરિસ્થિતિ દુર કરવા માટે ભૌમિક નડીયાદથી સુરત આવી હોટલોમાં રોકાઈને બાઈક પર શહેર વિસ્તારમાં ફરી વયોવૃદ્દ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી પીછો ચેઈન સ્નેચીગના ગુનાને અંજામ આપતા હતા.

આરોપીઓની કબુલાતના પગલે સરથાણા, કતારગામ, અને અમરોલી પોલીસ મથકમાં નોંધાયેલા મળી કુલ 4 ગુનાના ભેદ ઉકેલાઈ ગયા હતા. આ ઉપરાંત આરોપી ભૌમિક વિરુદ્ધ વાહન ચોરી, પર્સ સ્નેચીગ સહિતના 27 ગુના નોંધાયા છે. અને 2009, 2011 તથા 2015 માં પાસા પણ થયા છે. જયારે જીતેન્દ્ર વિરુદ્ધ ઠગાઈ, હત્યા, વાહનચોરી, ચેઈન સ્નેચીગ સહિતના કુલ 7 ગુના નોંધાયા છે. જયારે વર્ષ 2020 માં પાસા હેઠળ ધરપકડ પણ કરાઈ હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud