રાજ્યમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરો અવનવા કિમીયાઓ અજમાવતા હોય છે
સુરતમાં પુઠ્ઠાના બોક્સમાં મુકેલા ટુવાલ વચ્ચે છુપાવીને લઇ જવાતો હતો વિદેશી દારૂ
પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી બુટલેગરોની ચાલાકીનો દાવ ઉંધો પાડી દીધો
WatchGujarat. સુરતના પુણા સરોલી રોડ પર પોલીસે દારૂની નવી મોડેસ ઓપરેન્ડી સાથે બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. પોલીસે બાતમીના આધારે સ્યામ સંગીની માર્કેટ પાછળ વોચ ગોઠવી હતી. જેમાં કોટલ ટુવાલથી ભરેલા ટ્રકમાં બોક્ષની આડમાં છુપાઈને લાવવામાં આવતો દારૂ પકડી પાડ્યો છે.
https://youtu.be/nPHtlZsm548
ડીસીબી પોલીસે બાતમીના આધારે પુણા સરોલી રોડ પર રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ટ્ર્ક નંબર HR -61-D -1928ની તપાસ કરતા તેમાં કોટન ટુવાલ ભરેલા પૂઠ્ઠાના બોક્સની તલાશી લીધી હતી. જેમાં વિદેશી દારૂની 2100 નંગ બોટલ મળી આવી હતી. આમ પોલીસે 2.82 લાખનો દારૂ, 19 લાખની કિંમતનો દારૂ, 2 મોબાઈલ ફોન, અને પૂઠ્ઠાના કોટન ટોવેલના 551 બોક્સ મળીને કુલ રૂ. 52,48,119 નો મુદ્દમાલ જપ્ત કર્યો છે.
આમ, ટોવેલ બોક્ષની આડમાં દારૂ લાવવાની નવી મોડેસ ઓપરેન્ડી ભાર આવી છે. જેમાં પોલીસે દારૂની હેરાફેરી કરતા ડ્રાઈવર અને ક્લિનરની પણ ધરપકડ કરી છે. જયારે એકને વોન્ટેડ જાહેર કર્યો છે. પકડાયેલ બે વ્યક્તિઓમાં સાયરલાલ મીના અને રઘુવીરસીંગ રાવત નો સમાવેશ થાય છે. જયારે રાજસ્થાનના ઓમપ્રકાશ રાવત નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. વોન્ટેડ આરોપી મૂળ રાજસ્થાન નો છે. જયારે પકડાયેલા બંને વ્યક્તિ અજમેરના છે.
આ દારૂ કોનો હતો અને કોના દ્વારા મંગાવવામાં આવ્યો હતો, દારૂની હેરાફેરીનો મુખ્ય સૂત્રધાર કોણ છે તેની તપાસ ડીસીબી પોલીસ દ્વારા આગળ વધારવામાં આવી છે.