• સુરતમાં કોરોના અને ઓમિક્રોન વેરિયન્ટના કેસો વધતા જાહેરનામું બહાર પડાયું
  • શહેરમાં પોલીસ કમિશ્નર દ્વારા કલમ 144 લગુ કરવામાં આવી
  • 4 લોકો ભેગા નહી થઈ શકે, સભા, સરઘસ તથા મેળાવડા પર પ્રતિબંધ મુકાયો
  • આ જાહેરનામું આજથી આગામી તા.11 જાન્યુઆરી સુધી લાગુ રહેશે 

WatchGujarat. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તેમજ કોરોનાના ઓમિક્રોન વેરીયન્ટે પણ હાહાકાર મચાવ્યો છે. રોજીંદા પોઝીટીવ દર્દીઓની સંખ્યમાં મોટા ચડાવ નોંધાઈ રહ્યો છે. રાજ્યના મહાનગરોમાં કોરોનાના કેસો સતત વધતા જઈ રહ્યા છે. ત્યારે સુરત પોલીસ સતર્ક થઇ છે. અને આજથી આગામી 11 જાન્યુઆરી સુધી કલમ 144 લાગુ કરી દિધી છે. સુરત પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.

સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાની સ્થિતિએ ફરી માથુ ઉચક્યું છે. જેમાં તેનો નવો વેરીયન્ટ ઓમિક્રોન પણ બુલેટ ટ્રેનની ઝડપે આગળ વધી રહ્યો છે. રાજ્યના મહાનગરોમાં સતત કોરોના સંક્રમિતોનો આંકડો વધી રહ્યો છે. ત્યારે આ સ્થિતિને ધ્યાને લઈ સુરત શહેરના પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવમાં આવ્યું છે. જેમાં શહેરમાં કોરોનાનો પ્રકોપ વધતા કલમ 144 લાગુ કરવામાં આવી છે. 4 લોકો એક સાથે ભેગા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ જાહેરનામાની અમલવારી આગામી 11 જાન્યુઆરી સુધી કરાવમાં આવશે. સભા, સરઘસ તથા મેળાવડા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આગામી દિવસોમો થર્ટીફર્સ્ટનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે લોકો એક સાથે ભેગા ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ સાથે પોલીસ દ્વારા કર્ફ્યુની પણ કડક અમલવારી કરવામાં આવશે. જાહેરનામાનો ભંગ કરવા બદલ કડક કાર્યવાહી કરવમાં આવે તેવા આદેશ જારી કરવામાં આવ્યા છે

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud