• દિવાળીની રજા પૂર્ણ થયાની સાથે જ લાંચનો સીલસીલો પણ શરુ થયો
  • હેડ કોન્સ્ટેબલ શક્તિદાન દાજીદાન ગઢવીએ દારૂના કેસમાં અગાઉ ઝડપાયેલા આરોપી પાસેથી બાઈક જમા ન કરવા તથા ખોટો કેસ ન કરવા માટે રધુભાઇ ગલાણી હસ્તક 10 હજારની લાંચ માંગી
  • એસીબીએ 5 હજારની લાંચ લેતા કોન્સ્ટેબલ શક્તિદાન ગઢવીને સરથાણા પોલીસ સ્ટેશનના લસકાણા પોલીસ ચોકી નજીક ઝડપી પાડ્યો

WatchGujarat. સુરતમાં પોલીસકર્મી 5 હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો છે. સરથાણા પોલીસ મથકનો  હે.કોન્સ્ટેબલને એસીબીએ 5 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. અગાઉ દારૂના કેસમાં ઝડપાયેલા યુવકની બાઈક છોડવા અને દારૂનો ખોટો કેસ નહી કરવા માટે લાંચ માંગી હોવાનું બહાર આવ્યું હતું

દિવાળીની રજા પૂર્ણ થયાની સાથે જ લાંચનો સીલસીલો પણ શરુ થયો છે. અને સુરતમાં પોલીસકર્મી લાંચ લેતા ઝડપાતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. સુરતના સરથાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા વર્ગ-3નો કર્મચારી અને હેડ કોન્સ્ટેબલ શક્તિદાન દાજીદાન ગઢવીએ દારૂના કેસમાં અગાઉ ઝડપાયેલા આરોપી પાસેથી બાઈક જમા ન કરવા તથા ખોટો કેસ ન કરવા માટે રધુભાઇ ગલાણી હસ્તક 10 હજારની લાંચ માંગી હતી. અને વાતચિતના અંતે 5 હજાર રૂપિયા લેવાનું નક્કી કર્યું હતું.

જો કે આ અંગે એસીબીમાં ફરિયાદ થઇ હતી. જેથી એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જેમાં એસીબીએ 5 હજારની લાંચ લેતા કોન્સ્ટેબલ શક્તિદાન ગઢવીને સરથાણા પોલીસ સ્ટેશનના લસકાણા પોલીસ ચોકી નજીક ઝડપી પાડ્યો હતો. જયારે ખાનગી વ્યક્તિ ફરાર થઇ જતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. એસબીએ હાલ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. એક પોલીસકર્મી લાંચ લેતા ઝડપાઈ જતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી.

Facebook Comments Box

Videos

Our Partners