સુરતના ભટારમાં રહેતા પરપ્રાંતીય પરિવારની અઢી વર્ષની બાળકી ભેદી સંજોગોમાં ગુમ થઇ
બાળકીની આસપાસ શોધખોળ બાદ પણ નહિ મળી આવતા પરિવારે પોલીસને જાણ કરી
પોલીસે તમામ તાકાત જોખી 8 કલાકમાં જ બાળકીને શોધી કાઢી
WatchGujarat. સુરતના ભટાર વિસ્તારમાંથી પરપ્રાંતીય પરિવારની અઢી વર્ષની બાળકી ગુમ થઇ હતી. આ મામલે પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે 8 થી 10 કલાકની મહેનત બાદ બાળકીને હેમખેમ શોધી કાઢી હતી. પોલીસ તપાસમાં પડોશમાં રહેતી નિસંતાન મહિલાએ બાળકીનું અપરહણ કરી પોતાના પ્રેમીને આપી દીધી હતી અને ત્યારબાદ તેઓ બાળકીને લઈને અજ્ઞાત સ્થળે રહેવા જતા રહેવાના હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું
https://youtu.be/4Y2ggtWmNqs
સુરતના ભટાર વિસ્તારમાં પરપ્રાંતીય પરિવાર રહે છે. તેઓની અઢી વર્ષની બાળકી ભેદી સંજોગોમાં ગુમ થઇ ગયી હતી. બપોરે પિતા ઘરે જમવા આવ્યા હતા અને ત્યારે બાળકી નહી મળતા તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેમ છતાં બાળકીનો કોઈ પતો લાગ્યો ન હતો. જેથી આ મામલે પરિવારે પોલીસને જાણ કરી હતી. ખટોદરા પોલીસે આ મામલાને ગંભીરતાથી લઇ તપાસ શરુ કરી હતી. આ બાળકીને શોધવા માટે ખટોદરા, સચિન જીઆઇડીસી, પાંડેસરા, ઉમરા પોલીસ અને એસઓજી, ડીસીબી સહિતના 125 પોલીસ જવાનો કામે લાગ્યા હતા અને સતત 8 કલાકની શોધખોળને અંતે બાળકીને શોધી કાઢી હતી. બાળકીને હેમખેમ મુક્ત કરાવી પરિવારને સોપી હતી. આ ઘટનામાં પોલીસે બે લોકોની ધરપકડ પણ કરી હતી.
પોલીસ તપાસમાં પડોશમાં રહેતી સંગીતા ભૈયાલાલ ગુપ્તાની હિલચાલ શંકપસદ જાણાઈ હતી. જેથી પોલીસે તેની કડક પૂછપરછ કરી હતી અને પોલીસ તપાસમાં તેણે જણાવ્યું હતું કે તેણે બાળકીનું અપરહણ કરી પોતાના પ્રેમીને આપી દીધી હતી. પ્રેમીના ઘરે બાળકીને બે ત્રણ દિવસ રાખ્યા બાદ બંને બિહાર ભાગી જવાના હતા અને ત્યાં તેઓ બાળકી સાથે રહેવાના હતા. જો કે બંને લોકો બાળકીને લઈને ફરાર થઇ જાય તે પહેલા જ પોલીસે તેઓને ઝડપી પાડ્યા હતા. આ ઘટનામાં પોલીસે બાળકીનું અપહરણ કરનારી પડોશી મહિલા સંગીતા ભૈયાલાલ ગુપ્તા અને તેના પ્રેમી 41 વર્ષીય રાઘવેન્દ્ર યોગેશ રાજપુતને ઝડપી પાડ્યા હતા.
પોલીસ તપાસમાં પ્રેમી રાધવેન્દ્ર બે સંતાનોનો પિતા છે. તેના પત્ની સાથે છુટા છેડા થઇ ગયા હતા અને હાલમાં તે એકલો રહેતો હતો. આ ઉપરાંત તે ભટાર વિસ્તારમાં રહેતો હતો ત્યારે સંગીતા સાથે અનૈતિક સબંધો બંધાયા હતા. હાલ પોલીસે બંનેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.