સુરતના વેસુ રોડ પર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આવેલી છે
કુલપતિની પરવાનગી સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ અને નેતાઓ ગરબે ઘૂમી રહ્યા હતા
ઉમરા પોલીસ મથકનો સ્ટાફ અહીં ઘસી આવ્યો હતો અને ગરબા બંધ કરાવ્યા હતા
WatchGujarat. સુરતમાં પોલીસની દાદાગીરી સામે આવી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ગરબે રમી રહ્યા હતા તે વેળાએ પોલીસ ત્યાં પહોંચી હતી. જેથી વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. એટલું જ નહીં વિદ્યાર્થીઓને ઢોર માર મારતા ઇજાગ્રસ્ત પણ થયા હતા. રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ પોલીસ મથકે પહોંચ્યા હતા. અને વિરોધ નોંધાવ્યો હતો. જો કે મળતી માહિતી મુજબ પોલીસ મથકમાં પણ વિદ્યાર્થીઓને ઢોરમાર મરાયો હોવાનો આક્ષેપ કર્યો હતો.
https://youtu.be/51IOKebnkJU
સુરતના વેસુ રોડ પર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આવેલી છે. અહીં કુલપતિની પરવાનગી સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ અને નેતાઓ ગરબે ઘૂમી રહ્યા હતા. તે વેળાએ ઉમરા પોલીસ મથકનો સ્ટાફ અહીં ઘસી આવ્યો હતો અને ગરબા બંધ કરાવ્યા હતા. જેથી વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. અને બોલાચાલી બાદ ઉગ્ર ઘર્ષણ પણ થયું હતું. પોલીસ કેટલાક વિદ્યાર્થીઓને ઉંચકીને પોલીસ મથકે લઈ આવી હતી. અને ત્યાં પણ માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. વધુમાં ઇજાગ્રસ્ત વિધાર્થીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એટલું જ નહીં આ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોલીસ મથકે પહોંચ્યા હતા. અને પોલીસ મથક બહાર જ બેસી ઉગ્ર વિરોધ કર્યો હતો. આ બનાવના પગલે ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે આ બનાવને લઈને ઉમરા પોલીસ મથક બહાર વાતાવરણ તંગ બન્યું હતું. બીજી તરફ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં પોલીસની દાદાગીરી ખુલ્લેઆમ જોવા મળી રહી છે.
એક તરફ નેતાઓ ખુલ્લેઆમ રેલીઓ કરી રહ્યા છે. અને ત્યારે પોલીસ મૂક પ્રેક્ષક બની રહે છે. અને માસૂમ વિદ્યાર્થીઓ કે જે ગરબે ઘૂમી રહ્યા હતા. ત્યાં પહોંચી પોલીસે આવી દાદાગીરી કરી હતી જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે આગામી સમયમાં વિરોધ પણ થવાની શકયતા રહેલી છે.