• કામ કરતા માતા-પિતાના અસુરક્ષિત બાળકો પર થતા જાતીય હુમલાઓને રોકવાના પ્રયાસોના ભાગરૂપે ઔદ્યોગિક હબ સચિન જીઆઈડીસીમાં માં બાળકો માટે નવરત પ્રયાસ
  • આ કેન્દ્ર એવા વિસ્તારમાં વિકસાવવામાં આવી રહ્યા છે જ્યાં મોટી સંખ્યામાં મજૂર અને શ્રમિક વર્ગ કામ કરે છે – પોલીસ કમિશ્નર અજય તોમર
  • સેન્ટર શરૂ થવાને કારણે કામ કરતા માતા – પિતાએ રાહતનો શ્વાસ લીધો

WatchGujarat. સુરતમાં બાળકીઓ પર દુષ્કર્મ, હત્યા છેડતી જેવા બનાવો સામે આવી ચુક્યા છે. ત્યારે આવા બનાવો રોકવા સુરત પોલીસ સતત પ્રયત્ન કરી રહી છે. જેના ભાગરૂપે સુરત પોલીસ અને પાંડેસરા ઔદ્યોગિક એસોસિયેશન અને સ્થાનિક પોલીસના સહયોગથી ચિલ્ડ્રન ડે કેર સેન્ટર શરુ કરાયું છે. જેમાં બાળકોની કેર કરાશે. આ ઉપરાંત તેઓને અભ્યાસ, અને રમતગમતમાં રૂચી વધારવામાં આવશે. પહેલા જ દિવસે અહી ૫૨ જેટલા બાળકો નોંધાયા હતા. સગીર સામેના ગુનાઓ, ખાસ કરીને કામ કરતા માતા-પિતાના અસુરક્ષિત બાળકો પર થતા જાતીય હુમલાઓને રોકવાના પ્રયાસોના ભાગરૂપે શહેર પોલીસે ઔદ્યોગિક હબ સચિન જીઆઈડીસીમાં માં બાળકો માટે પ્રથમ ડે કેર સેન્ટર શરૂ કર્યું હતું.

આજે સુરતના પાંડેસરા વિસ્તારમાં પાંડેસરા ઔદ્યોગિક એસોસિયેશન અને સ્થાનિક પોલીસના સહયોગથી વધુ એક ચિલ્ડ્રન ડે કેર સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર હાજર રહ્યા હતા. તાજેતરમાં જ સુરતમાં ઘણા કિસ્સા એવા બન્યા છે જે બાળકીઓ પર બળાત્કાર અને મર્ડરનો શિકાર બનાવવામાં આવી હતી. આ કિસ્સા ઔદ્યોગિક વિસ્તાર જેમ કે ઉધના, પાંડેસરા, સચિન વિસ્તારમાં સૌથી વધારે સામે આવે છે. મોટાભાગના ગુનાના કેસોમાં, પોલીસને લાગે છે કે બાળકીઓ ઘરે એકલી જ હોવાથી તેઓને શિકાર બનાવવામાં આવે છે. પાંડેસરા અને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં સગીર છોકરીઓ સાથેના જાતીય હુમલાના તાજેતરના કિસ્સાઓ પછી પોલીસ અધિકારીઓએ એવા વિસ્તારોમાં ચિલ્ડ્રન ડે કેર સેન્ટરો વિકસાવવાની પ્રક્રિયા શરૂ કરી છે જ્યાં આવા કિસ્સા નોંધાયા છે.

પોલીસ કમિશ્નર અજય તોમરે જણાવ્યું હતું કે આ પાછળનો મૂળભૂત વિચાર એવા બાળકો માટે સલામત સ્થળ આપવાનો છે કે જેમના માતાપિતા કામ કરી રહ્યા છે, ખાસ કરીને બાંધકામ, કાપડ અને અન્ય એકમોના કામદારો. આ કેન્દ્ર એવા વિસ્તારમાં વિકસાવવામાં આવી રહ્યા છે જ્યાં મોટી સંખ્યામાં મજૂર અને શ્રમિક વર્ગ કામ કરે છે.

આ ડે કેરમાં પોતાની બે બાળકીઓ સાથે આવેલી મહિલાનું કહેવું હતું કે તે અને તેનો પતિ બંને મજૂરીકામ કરે છે. હાલ આવા કિસ્સાઓ બની રહ્યા છે તેને લઈને ઘણી ચિંતાઓ રહેતી હતી. બાળકોને કેદીની જેમ તાળું મારીને જવું પડતું હતું. પણ આવા સેન્ટર ખુલવાથી અમને રાહત થઈ છે કે બાળકોને એક સલામત સ્થાન મળી રહેશે.

સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે પાંડેસરા, ભેસ્તાન વિસ્તારમાં પરપ્રાંતીય લોકો રોજી રોટી માટે આવતા હોય છે. અને માતા પિતા નોકરી પર જાય ત્યારે બાળકો ઘરે એકલા હોતા હોય છે. ત્યારે આ વિસ્તારમાં ચિલ્ડ્રન ડે કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. માતા-પિતા બાળકોને અહી છોડીને જાય ત્યારે બાળકોની અહી કેર કરવામાં આવશે. અહી બાળકોએ જમવાનું, ભણતર અને રમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ અઘટિત ઘટનાઓ બને નહી તે માટેનો આ એક પ્રયાસ કરવામાં આવ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud