• રાજ્યના મુખ્યમંત્રી આજે સુરતમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે
  • સુરતના ઉધના સહિતના વિસ્તારોમાં બેનરો લાગ્યા: પરીક્ષાર્થીઓને ન્યાય આપો, અસિત વોરા પર કાર્યવાહી કરો, અને પરીક્ષાર્થીઓને 50 હજારનું સહાય વળતર ચૂકવો
  • મુખ્યમંત્રીના આગમન ટાણે આ મામલે વિરોધ કરતા બેનરો લાગતા રાજકારણ ગરમાયુ

WatchGujarat. પેપર લિંક કાંડ મામલે સુરતમાં વિરોધ યથાવત છે. સુરતમાં આજે જ્યારે મુખ્યમંત્રીના વિવિધ કાર્યક્રમો યોજાયા છે ત્યારે આ બધા વચ્ચે અસિત વોરા સામે કાર્યવાહી કરવા અને પરીક્ષાર્થીઓને 50 હજારની સહાય ચૂકવવા માંગ કરવામાં આવી છે. સુરતના ઉધના સહિતના વિસ્તારોમાં આ પ્રકારે બેનર લાગ્યા છે

રાજ્યના મુખ્યમંત્રી આજે સુરતમાં છે. સુરતમાં વિવિધ કાર્યક્રમમાં તેઓ હાજરી આપી રહ્યા છે આ ઉપરાંત નેતાઓનો કાફલો પણ સુરતમાં છે ત્યારે સુરતમાં ફરી એક વખત વિરોધ કરતા બેનરો લાગ્યા છે. હેડ ક્લાર્કનું પપેર ફૂટી જવા મામલે ફરી આ વિરોધ કરવામાં આવ્યો છે.

સુરતના ઉધના સહિતના વિસ્તારોમાં આ બેનરો લાગ્યા છે જેમાં પરીક્ષાર્થીઓને ન્યાય આપો, અસિત વોરા પર કાર્યવાહી કરો, અને પરીક્ષાર્થીઓને 50 હજારનું સહાય વળતર ચૂકવો આ ઉપરાંત અસિત વોરાના રાજીનામાની માંગ કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે પેપર લિંક કાંડ મામલો ગુજરાતમાં ખૂબ જ ગાજયો છે. અને સુરતમાં આ અંગે કોંગ્રેસ અને આપ પાર્ટીએ વિરોધ પણ નોંધાવ્યો હતો. ત્યારે ફરી એક વખત મુખ્યમંત્રીના આગમન ટાણે આ મામલે વિરોધ કરતા બેનરો લાગતા રાજકારણ ગરમાયુ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud