સુરતમાં ગર્ભવતી મહિલાઓએ ગરબે ઘુમીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા
સુરતમાં પ્રેગ્નન્સી સેન્ટર ચલાવતા તુષિતા રાઠોડનું જણાવવું છે કે ,તેઓ છેલ્લા 10 વર્ષથી ગર્ભવતી મહિલાઓને યોગા, મેડિટેશન કરાવતા આવ્યા છે
ગરબાથી એક અલગ હોર્મોન્સ રિલીઝ થાય છે, અને બાળકનો વિકાસ થાય છે, તથા સગર્ભા મહિલા માનસિક રીતે તનાવમુક્ત બને છે.
WatchGujarat. સામાન્ય રીતે ગર્ભવતી મહિલાઓને કસરત અને વધારે શારીરિક પ્રવૃતિઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ સુરતમાં ગર્ભવતી મહિલાઓ માટે ખાસ ગરબા સેશન આ નવરાત્રી દરમ્યાન યોજવામાં આવે છે. નિષ્ણાતોનું માનીએ તો ગર્ભવતી મહિલાઓ જો ગરબા રમે તો તેનાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે. અને બાળકને પણ પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે.
https://youtu.be/7GhWf2XPPDg
સુરતમાં ગરબે રમતા યુવા ખેલૈયાઓ તો તમે ઘણા જોયા હશે. પણ સુરતમાં તો ગર્ભવતી મહિલાઓ એ ગરબે ઘુમીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. સુરતમાં પ્રેગ્નન્સી સેન્ટર ચલાવતા તુષિતા રાઠોડનું જણાવવું છે કે તેઓ છેલ્લા 10 વર્ષથી ગર્ભવતી મહિલાઓને યોગા, મેડિટેશન કરાવતા આવ્યા છે. માત્ર જે ગર્ભવતી હોય તેને જ નહીં પણ તેના પરિવારને પણ સગર્ભાવસ્થા અંગે રાખવામાં આવતી કાળજી બાબતે સમજણ આપવામાં આવે છે.
તેમણે ઉમેર્યું હતું કે આ સેન્ટરમાં હજારો માતાઓએ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો છે. અહીં દરેક તહેવારની ઉજવણી અલગ રીતે કરવામાં આવે છે. અને જૂની માન્યતાઓને ભૂલીને સગર્ભા મહિલાઓને પણ નવરાત્રીમાં ગરબામાં ભાગીદાર થવા આગ્રહ કરવામાં આવે છે. આવું કરવાથી એક અલગ હોર્મોન્સ રિલીઝ થાય છે. અને બાળકનો વિકાસ થાય છે. અને સગર્ભા મહિલા માનસિક રીતે તનાવમુક્ત બને છે.
તેમની પાસે એક થી દોઢ કલાક જેટલી ગરબાની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. અને નવરાત્રી માટે તો ખાસ સેશન પણ રાખવામાં આવે છે. ડાન્સિંગ કરવાથી બાળકનો વિકાસ તાંદુરસ્ત થાય છે તેમને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે. અને ગર્ભવતી બહેનોનો પણ તનાવ ઓછો કરવામાં મદદ મળે છે.