સુથાર ફળિયામાં એક પ્રેમીએ તેની જ પ્રેમિકાના બનેવી પર કુહાડી લઈને ઉપરાછાપરી હુમલો કર્યો
ઇજાગ્રસ્ત થયેલો યુવાન સલીમ સાદીક રાંદેર વિસ્તારમાં તૈયબા એપાર્ટમેન્ટમાં રહે છે
હુમલા બાદ સાદીકે પોતાના બચાવ માટે વળતો જવાબ પણ આપવાનો પ્રયાસ કર્યો
WatchGujarat. સુરતમાં ગુનેગારોને ખુલ્લું મેદાન મળી ગયું હોય તે પ્રકારના ઘણા બનાવો અવારનવાર સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો સુરતના રાંદેર વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં એક પ્રેમીએ પ્રેમિકાના ઈશારા પર બનેવી પર કુહાડી લઈને ઉપરાછાપરી હુમલો કર્યો છે. જેના ચોંકાવનારા સીસીટીવી દૃશ્યો સામે આવ્યા છે.
શહેરના રાંદેર વિસ્તારમાં સુથાર ફળિયામાં એક પ્રેમીએ તેની જ પ્રેમિકાના બનેવી પર કુહાડી લઈને ઉપરાછાપરી હુમલો કર્યો હતો. આ હુમલામાં સલીમ સાદીક નામનો વ્યક્તિ લોહીલુહાણ થઈ ગયો હતો. તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ છે. તેની પર થયેલો આ હુમલા પાછળ પારિવારિક ઝઘડા હોવાનું સલીમ સાદીકે જણાવ્યું હતું.
ઇજાગ્રસ્ત થયેલો યુવાન સલીમ સાદીક રાંદેર વિસ્તારમાં તૈયબા એપાર્ટમેન્ટમાં રહે છે. તે પોતે નોકરી કરીને બે સંતાનો સાથે પરિવારનું ગુજરાન ચલાવે છે.14 મી ફેબ્રુઆરી ના રોજ તે પોતાના ઘર નજીક કામકાજ માટે ઉભા રહ્યા હતા. તે સમયે પાછળથી આવેલા એક અજાણ્યા ઈસમે તેના માથા પર કુહાડીથી જોરદાર હુમલો કર્યો હતો. અને તે પછી એક બાદ એક ઉપરાછાપરી શરીરના ભાગે કુહાડીના ઘા કર્યા હતા.
તપાસ કરતા હુમલો કરનાર આ શખ્સ તેમની સાળી નો પ્રેમી હોવાનું સામે આવ્યું હતું. જેનું નામ સજ્જાદ હોવાનું ખુલ્યું છે. હુમલા બાદ સાદીકે પોતાના બચાવ માટે વળતો જવાબ પણ આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે હુમલો વધુ થતા અન્ય લોકો ભેગા થવા લાગ્યા હતા. જેથી હુમલાખોર તક જોઈને ભાગી ગયો હતો. સલીમને માથામાં અને શરીર પર અનેક જગ્યાએ કુહાડીની ઘા થતા ઈજા થઈ છે.
વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે આ પહેલા પણ તેની સાળી ના ઈશારે ચારથી પાંચ વખત હુમલા થયા છે. જેની પાછળ તેની હત્યાનું કાવતરું પણ હોઈ શકે છે. રાંદેર પોલીસે સલીમ સાદિકની ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે.