સુરત શહેરમાં છેલ્લા ૨-૩ દિવસથી મેઘ મહેર જોવા મળી રહી છે
વહેલી સવારથી વરસી રહેલા વરસાદના કારણે સુરતના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા
કતારગામ અને રાંદેર વિસ્તારને જોડતો વિયરકમ કોઝવે ૬ મીટરને પાર કરી ૬.૯૬ મીટર પર વહી રહ્યો છે
WatchGujarat. સુરતમાં હવામાન વિભાગની આગાહીના પગલે દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં વહેલી સવારથી જ કળા ડીબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ભારે વરસાદના કારણે સુરતના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો બીજી તરફ વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત સુરતમાં આવેલો વિયરકમ કોઝવે પણ ઓવરફલો થતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે
https://youtu.be/HFpiapxw_GE
સુરત શહેરમાં છેલ્લા ૨-૩ દિવસથી મેઘ મહેર જોવા મળી રહી છે. આજે વહેલી સવારથી જ સુરત શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સુરતમાં વહેલી સવારે કાળાડીબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો હતો. જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વહેલી સવારથી વરસી રહેલા વરસાદના કારણે સુરતના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા. બીજી તરફ કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદ વરસતા લોકોમાં પણ ખુશી લ્હેર જોવા મળી હતી. વરસાદના કારણે ગૃહિણી અને લોકોને છત્રી અને રેઇન કોર્ટ પહેરીને બહાર નીકળવું પડ્યું હતું. તો બીજી તરફ મુસાફરોને હાલાકી પડી હતી. સમગ્ર સુરતમાં ૧૨ વાગ્યા સુધીમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો હતો.
સુરતમાં સવાર ૬ થી ૧૨ સુધીમાં વરસાદ
સેન્ટ્રલ ઝોનમાં ૨૨ એમએમ
વરાછા એમાં ૨ એમએમ
વરાછા બીમાં ૨ એમએમ
રાંદેર ઝોનમાં ૪૦ એમએમ
કતારગામ ઝોનમાં ૧૪ એમએમ
ઉધના ઝોનમાં ૨૧ એમએમ
લીંબાયત ઝોનમાં ૧૧ એમએમ
અઠવા ઝોનમાં ૨૧ એમએમ
ઉકાઈ ડેમની સપાટીમાં વધારો
ઉકાઈ ડેમના ઉપરવાસ અને કેચમેન્ટ એરિયામાં વરસાદને લઈને ઉકાઈ ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે જયારે હાલમાં ઉકાઈ ડેમની સપાટી ૩૪૨.૪૮ ફૂટ પહોચી ગયી છે. બીજી તરફ ડેમમાં ૩૪ હજાર કયુસેક પાણીની આવક નોંધાઈ હતી. તો બીજી તરફ ડેમમાંથી ૧૭ હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
સુરતનો કોઝવે ઓવરફલો
સુરત શહેરમાં આવેલો અને કતારગામ અને રાંદેર વિસ્તારને જોડતો વિયરકમ કોઝવે ૬ મીટરને પાર કરી ૬.૯૬ મીટર પર વહી રહ્યો છે. કોઝવેની ભયજનક સપાટી ૬ મીટર છે જે હાલમાં ભયજનક સપાટીને પાર કરી ગયો છે. કોઝવે ઓવરફલો થતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોઝવે ખાતે હિલ સ્ટેશન જેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે. અને સુરતની તાપી નદીમાં નવા નીર આવતા બંને કાઠે વહી રહી છે. સુરત સહીત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી.