• હૃદયસ્પર્શી વિડીયો રાજ્યના ગૃહમંત્રી ના હસ્તે વિમોચન કરવામાં આવ્યું
  • વીડિયોમાં ગુના માટે કરેલી ક્ષણિક ભૂલથી તેમના પરિવાર અને સંતાનોને કેવી વેદનામાંથી પસાર થવું પડે છે તે દર્શાવવામાં આવ્યું છે
  • ગુનાખોરીથી ફક્ત એક વ્યકિત સજા નથી કાપતી પણ તેનો આખો પરિવાર પરોક્ષ રીતે પણ સજા કાપવા મજબુર બને છે

WatchGujarat. રાજ્યમાં વધતી ગુનાખોરીનો ગ્રાફ નીચે લઈ જવા પોલીસ સતત પ્રયત્નશીલ છે. જ્યાં સુધી વાત છે સુરત પોલીસની તો સુરત પોલીસ દ્વારા અનેક પ્રયોગ કરીને લોકોને પણ આ અભિયાનમાં જોડવાના પ્રયત્નો કરવામાં આવે છે. સુરત પોલીસ સોશિયલ મીડિયામાં પણ ખૂબ એક્ટિવ છે, અને હજારો લોકો સુરત પોલીસ સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાયેલા છે. ત્યારે મહત્તમ લોકો સુધી સંદેશ પહોંચે તે માટે પોલીસે એક નવતર પ્રયોગ કર્યો છે.

લોકો ગુના કરતા તો કરી દે છે, પણ જ્યારે તેની સજાના ભાગરૂપે જેલમાં જવું પડે છે. ત્યારે કેવી પરિસ્થિતિ નું નિર્માણ થાય છે. તેનો એક હૃદયસ્પર્શી વિડીયો રાજ્યના ગૃહમંત્રી ના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ નવતર પ્રયોગ થકી લોકોને ગુનાખોરીથી બચવાનો સંદેશો આપવામાં આવ્યો છે.

આ વીડિયોમાં ગુના માટે કરેલી ક્ષણિક ભૂલથી તેમના પરિવાર અને સંતાનોને કેવી વેદનામાંથી પસાર થવું પડે છે તે દર્શાવવામાં આવ્યું છે. કેદીઓ આ વીડિયોમાં કહે છે કે ગુના બાદ તેમનું સન્માન તો છીનવાઈ જાય છે, પણ પરિવાર અને તેમના સંતાનો પર જે દુઃખ આવે છે તે જોવું અસહ્ય બની જાય છે. તેમને અન્ય સામાજિક પ્રસંગોથી લઈને સંતાનોના લગ્ન સુધી મુશ્કેલી જોવી પડે છે.

આમ, ગુનાખોરીથી ફક્ત એક વ્યકિત સજા નથી કાપતી પણ તેનો આખો પરિવાર પરોક્ષ રીતે પણ સજા કાપવા મજબુર બને છે. આ એક સંદેશો વિડીયોના માધ્યમથી આપીને લોકોને ગુનાખોરીથી બચવા મેસેજ આપવામાં આવ્યો છે.

Facebook Comments Box

Videos

Our Partners