• સુરત જિલ્લા પંચાયત હસ્તકની 6 ગામની પ્રાથમિક શાળાઓને જર્જરિત સ્કૂલનો રિપોર્ટ કરી બિલ્ડીંગ નોનયુઝ જાહેર કરી તોડી પાડી
  • એક તરફ સરકાર ગુજરાતમાં બાળકોને ભણાવવાની વાતો કરે છે અને બીજી તરફ કેટલાક ગામડાઓની શાળાઓ બંધ કરી અન્ય ગામ ની શાળા સાથે મર્જ કરવાની વાતો કરે છે
  • કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સરકારના વર્ષોથી પ્રવેશોત્સવ,ગુણોત્સવ ના નાના-મોટા તાયફાઓ પછી પણ જર્જરિત મકાન માંથી નવા બનાવી આપી શકી નથી

WatchGujarat. એક બાજુ સરકાર “બેટી બચાવો, બેટી પઢાવો” અને “ભણશે ગુજરાત તો બઢશે ગુજરાત ના” આવા અનેક નાના-મોટા નારાઓ આપી રહી છે પરંતુ ગુજરાત અને ભારત સરકારને આજે ગુજરાતમાં જ લોકો પૂછી રહ્યા છે આ પરિસ્થિતિમાં કેમ અને કેવી રીતે ભણશે ગુજરાત..!

સુરત જિલ્લા પંચાયતના માજી વિરોધ પક્ષના નેતા અને જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દ્વારા જિલ્લા પંચાયતના તંત્ર અને ભાજપના શાસકો તેમજ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, સુરત જિલ્લા પંચાયત હસ્તકની 6 ગામની પ્રાથમિક શાળાઓને જર્જરિત સ્કૂલનો રિપોર્ટ કરી બિલ્ડીંગ નોનયુઝ જાહેર કરી તોડી પાડી મોડલ સ્કૂલ બનાવવાના ધોળા દિવસે સ્વપ્ન બતાવી સ્કૂલો ના મકાનો તોડી તો પાડ્યા છે પણ કમનસીબી ની વાત એ છે કે નવા ઓરડાઓ બનાવવા માં આવ્યા નથી અને સેંકડો દિવસોથી આ દેશનું ભાવિ એવા નિર્દોષ ભૂલકાઓને ખુલ્લામાં બેસીને ભણવા મજબૂર થયા છે.

તેઓએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે ગુજરાતની શિક્ષણ ની સ્થિતિ દિનપ્રતિદિન કથળી રહી છે એક તરફ સરકાર ગુજરાતમાં બાળકોને ભણાવવાની વાતો કરે છે મોડેલ સ્કૂલો બનાવવાના ગુજરાતના નાગરિકોને ધોળા દિવસે રૂપકડાં સ્વપ્નાઓ બતાવે છે બીજી તરફ કેટલાક ગામડાઓની શાળાઓ બંધ કરી અન્ય ગામ ની શાળા સાથે મર્જ કરવાની વાતો કરે છે. ગુજરાતના કેટલાયે ગામડાઓ એવા છે કે જે ગામડાઓના વિદ્યાર્થીઓ ક્યાં તો ઝાડ નીચે બેસી અથવા તો ખુલ્લામાં બેસી કે પછી જ્યાં શૌચાલય કે પાણી અથવા તો પંખા કે બેન્ચની વ્યવસ્થા નથી હોતી એવી જગ્યાએ બેસી ને ભણવું પડે છે.

આ ઉપરાંત વૈશ્વિક મહામારી કોરોના સમય કાળમાં કોરોના વોલિયનટસૅ તરીકેની ભૂમિકા ભજવી કોરોના નો ભોગ બની મોતને ભેટેલા 22 જેટલા કમ નસીબ શિક્ષકોના મોત નીપજ્યા હતા. આવા કિસ્સાઓમાં પણ સરકાર દ્વારા તેમના પરિવારજનોને રાતી પાઇ ચૂકવવાનો આવી નથી તે અંગેનો રોષ તેમના પરીવારજનોમાં જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં મંજુર મહેકમ કરતા 355 જેટલા શિક્ષકોની ઘટ હોવા છતાં નવા શિક્ષકો ની વરણી કરવામાં આવી નથી આખરે નાના ભૂલકાઓ ના શિક્ષણ ઉપર ભારે અસર પહોંચી રહી છે.

ઘણા દિવસોથી ઓરડાઓ વિના ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે આ દેશના ભાવિ ભૂલકાઓના ભવિષ્યનું શું..? ગુજરાત સરકારમાં સુરતના ચાર ચાર મંત્રીઓ હોવા છતાં સુરત જિલ્લાના છ ગામડાઓની શાળાઓના મકાન માટે ના નવીન ઓરડાઓ બનાવવા રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી. તેઓએ આક્ષેપ કર્યો છે કે સરકાર પાસે ગ્રાન્ટ ફાળવવા માટેના નાણાં જ નથી. એટલે કે સસ્તી પ્રસિદ્ધિ માટે સરકાર કરોડો રૂપિયાના આંધણ કરી રહી છે પરંતુ નાણાં વગરના નાથિયા જેવી સરકારને બાળકોના શિક્ષણ માટે બેસવા શાળાઓના મકાન બનાવવા નાણાં નથી મળતા. ઉપરોક્ત શાળાઓ ના ઓરડાઓ માટે સરકાર દ્વારા તાકીદે ગ્રાન્ટ ફાળવવામાં  આવે નહી તો આખરે દેશના ભાવિ ભૂલકાઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેમના હિતમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા આંદોલન કરવાની ફરજ પડશે જેની સમગ્ર જવાબદારી તંત્રની રહેશે એવી ચિમકી પણ સુરત જિલ્લા કોંગ્રેસ વતી દર્શન નાયક તથા સાથી કાર્યકરો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

તંત્રના અધિકારીઓનો જવાબ :સરકાર પાસે ગ્રાન્ટ નથી

કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સરકારના વર્ષોથી પ્રવેશોત્સવ,ગુણોત્સવ ના નાના-મોટા તાયફાઓ પછી પણ જર્જરિત મકાન માંથી નવા બનાવી આપી શકી નથી. પરંતુ પ્રસિદ્ધિ માટે કરોડો રૂપિયા ઉત્સવ પાછળ ઉજવણી કરવામાં વાપરી શકે છે.! તંત્ર એ તો જાણે હાથ અઘ્ધર કરી દીધા હોય તેમ લાગી રહ્યું છે સરકારના વિભાગના ઉચ્ચ અધિકારીને લાગત પ્રશ્ન અને સંબંધિત હકીકતો જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે ગ્રાન્ટ નથી ના રૂપકડા જવાબ મળી રહ્યા છે. સરકારી અધિકારી ના જવાબો અને સરકારની લાલિયાવાડી ની ચરમસીમા ના કારણે સુરત જિલ્લાના છ શાળાઓના બાળકો આજે પણ ખુલ્લામાં ભણવા મજબૂર છે અને સરકાર અને તેના મંત્રીઓ વિવિધ ઉત્સવોની ઉજવણી કરવામાં મશગૂલ છે. સવાલ એ થાય છે કે શું આ ગુજરાતનું ભાવિ અંધકારમાં નથી…! શું આને આપણે વિકાસ કહીશું..! જવાબ તો ગુજરાત સરકાર અને તેના મંત્રીઓ અને તેના સરકારી અધિકારીઓ જ આપી શકે તેમ છે

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud