• પ્રવીણ ભાઈ વલ્લભભાઈ બાબરિયા ગોર્વધન સિલ્ક મિલ નામે ભાગીદારીમાં કાપડનું ખાતું ધરાવે છે
  • માર્ચ એન્ડીંગ હોવાથી તેઓ ઓફિસમાં બેસી હિસાબ કરી રહ્યા હતા, તે દરમ્યાન મિલનો વોચમેન રાજકુમાર શર્મા ઓફીસમાં ઘુસી ગયો
  • કોયતા વડે મિલ માલિકને બાનમાં લીધા બાદ મિલ માલિક પાસે રહેલા 6 લાખ રૂપિયા બેગમાં મુકાવી ઓફિસની બહાર લઇ આવ્યો

WatchGujarat. સુરતના સચિન જીઆઈડીસીમાં આવેલી મિલમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા સિક્યુરીટી ગાર્ડે જ મિલ માલિકને કોયતો (હથિયાર) બતાવી બાનમાં લઇને 6લાખની લુટ કરી હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે

સુરતમાં રક્ષક જ ભક્ષક જ બન્યા જેવો ઘાટ સામે આવ્યો છે. સચિન જીઆઈડીસીમાં ભીમરાડ કેનાલ રોડ સ્થિત રહેતા પ્રવીણ ભાઈ વલ્લભભાઈ બાબરિયા ગોર્વધન સિલ્ક મિલ નામે ભાગીદારીમાં કાપડનું ખાતું ધરાવે છે.  ગતરોજ માર્ચ એન્ડીંગ હોવાથી તેઓ ઓફિસમાં બેસી હિસાબ કરી રહ્યા હતા  તે દરમ્યાન મિલનો વોચમેન રાજકુમાર શર્મા ઓફીસમાં ઘુસી ગયો હતો. અને કોયતા વડે મિલ માલિકને બાનમાં લીધા હતા અને બાદમાં મિલ માલિક પાસે રહેલા 6 લાખ રૂપિયા બેગમાં મુકાવી ઓફિસની બહાર લઇ આવ્યો હતો અને બાદમાં બાઈક ચાલુ કરવા કહ્યું હતું

જો કે પ્રવીણ ભાઈ બાઈક ચાલુ કરતા નથી, આવડતું તેમ કહેતા તેઓને ધક્કો માર્યો હતો. અને બાદમાં પ્રવીણ ભાઈ ભાગીને મિલમાં આવી ગયા હતા. બીજી તરફ સિક્યુરીટી ગાર્ડ લુટ કરી ત્યાંથી નાસી ગયો હતો. બીજી તરફ મિલ માલિકે બુમાબુમ કરતા અન્ય કારીગરો તેને પકડવા માટે દોડ્યા હતા. પરંતુ સિક્યુરીટી ગાર્ડ ભાગવામાં સફળ રહ્યો હતો.

આ ઘટના બાદ સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. તો બીજી તરફ આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે.  આ સમગ્ર મામલે પોલીસે સિક્યુરીટી એજન્સી પાસેથી ગાર્ડની વિગતો મેળવી તેને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.

Facebook Comments Box

Videos

Our Partners