સુરતના ગોડાદરા સ્થિત રહેતા ભવાનીસિંગ રાજપુરોહિત કાપડનું કારખાનું ચલાવે છે
રઘુનંદન સોસાયટી પાસે એક મોપેડ ચાલકે તેઓની બાઈકને ટક્કર મારી હતી જેથી ભવાનીસિંગે તેને જોઇને ગાડી ચલાવવા કહ્યું હતું
વાતને લઈને તેઓ વચ્ચે ઝગડો થયો
સુધાજી ટ્રેડર્સના માલિક ગોપાલભાઈ ભવાનીસિંગને ઓળખતા હોય તેઓ પણ ત્યાં આવ્યા હતા અને બંનેને છુટા પાડ્યા
WatchGujarat. સુરતના ગોડાદરામાં બાઈકને ટક્કર લાગવા બાબતે ઝગડો થતા યુવકને ચપ્પુ બતાવી ધમકીઓ આપવામાં આવી હતી. આ મામલે ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસે 4 લોકો સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે
સુરતના ગોડાદરા સ્થિત રહેતા ભવાનીસિંગ રાજપુરોહિત કાપડનું કારખાનું ચલાવે છે. ગતરોજ તેઓના ઘરે ગેસના ચુલાનું બટન ખરાબ થઇ જતા તેઓ બટન લેવા માટે નીકળ્યા હતા જ્યાં રઘુનંદન સોસાયટી પાસે એક મોપેડ ચાલકે તેઓની બાઈકને ટક્કર મારી હતી જેથી ભવાનીસિંગે તેને જોઇને ગાડી ચલાવવા કહ્યું હતું. આ વાતને લઈને તેઓ વચ્ચે ઝગડો થયો હતો.
બીજી તરફ ત્યાં આવેલી સુધાજી ટ્રેડર્સના માલિક ગોપાલભાઈ ભવાનીસિંગને ઓળખતા હોય તેઓ પણ ત્યાં આવ્યા હતા અને બંનેને છુટા પાડ્યા હતા. જ્યાં મોપેડ ચાલક થોડી વારમાં આવું છું એમ કહીને જતો રહ્યો હતો. ત્યારબાદ ભવાનીસિંગ ગોપાલભાઈની દુકાન પર બેસીને પાણી પિતા હતા ત્યાં મોપેડ ચાલક તેના અન્ય ૩ મિત્રો સાથે ત્યાં આવી પહોચ્યો હતો. અને ગાળો બોલવા લાગ્યો હતો અને ગોપાલભાઈને ઢીક્કામુક્કીનો માર માર્યો હતો. જેમાં ભવાનીસિંગ વચ્ચે પડતા તેઓના હાથમાં ચપ્પુ મારી દીધું હતું.
આ ઘટનાને લઈને તેઓએ બુમાબુમ કરતા ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું અને આ મામલે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ આવી પહોચી હતી અને એકટીવા ચાલક અને તેના ત્રણેય મિત્રોને પોલીસ મથકે લઇ ગયી હતી. જ્યાં ભવાનીસિંગે મોપેડ ચાલક ક્રિશ્ના ઉર્ફે નંદુ શાંતારામ મહાજન, ચેતન રમેશ ભાગવત, મિતેશ ભીખુભાઈ પટેલ અને દીપક રામવર રાજપૂત સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. આ ઉપરાંત આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ પણ થઇ જવા પામી હતી.