સુરત મનપાની ટીમ દબાણ હટાવવા ગઈ હતી, ત્યારે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો
એક યુવક ધાબા પર ચડી ગયો અને દબાણ ખાતાની ટીમ જાય તો જ ધાબા પરથી નીચે ઉતરવાની જીદ કરી હતી
સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને તે યુવકની અટકાયત કરી હતી
WatchGujarat. સુરતના ગોપીપુરા તળાવ પાસે મનપાની ટીમ દબાણ હટાવવા ગયી હતી. તે વેળાએ અહીં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. એક યુવક અહીં ધાબા પર ચડી ગયો હતો અને મનપાની દબાણ ખાતાની ટીમ અહીંથી જાય તો જ નીચે ઉતરવાની વાત કરી હતી. જો કે આખરે પોલીસે અહીં આવી યુવકની અટકાયત કરી હતી.
https://youtu.be/QeNVZqLiNOs
સુરત શહેરમાં એક તરફ મેટ્રોની કામગીરીને લઈને કેટલાક રસ્તાઓ ડાયવર્ઝન અપાયું છે. જેને લઈને ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે. તો બીજી તરફ મનપાની ટીમ દબાણ હટાવવાની કામગીરીમાં જોતરાઈ છે. આ બધા વચ્ચે દબાણ ખાતાની ટીમ અને લારીવાળા વચ્ચે ઘર્ષણ પણ સર્જાઈ રહ્યું છે. ત્યારે સુરતના ગોપીપુરા વિસ્તારમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સામે આવ્યો હતો. ગોપીપુરા તળાવ નજીક દબાણ હટાવવા મનપાની દબાણ ખાતાની ટીમ પહોચી હતી. તે વેળાએ અહી એક યુવક ધાબા પર ચડી ગયો હતો અને દબાણખાતાની ટીમ અહીથી જતી રહે તો જ નીચે ઉતરવાની જીદ કરી હતી. આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું પણ એકઠું થઇ ગયું હતું. હાજર અધિકારીઓ અને લોકોએ યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવક માન્યો ન હતો.
આખરે સમગ્ર બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી જેથી પોલીસની એક ટીમ ત્યાં આવી પહોચી હતી. હાઈ વોલ્ટેજ ડ્રામા કરનાર યુવકની પોલીસે અટકાયત કરી લીધી હતી.