કોર્પોરેશનની તિજોરી ખાલી થતા એકબાજુ આવક વધારવા પર ભાર આપવાનું અને કરકસરવાળા ખર્ચ માટે કહેવામાં આવી રહ્યું છે
સુરત મનપાની આવનારી સ્થાયી સમિતિની બેઠકમાં તમામ કોર્પોરેટરોને 87.36 લાખના ખર્ચે 120 જેટલા લેપટોપ આપવાની દરખાસ્ત પર નિર્ણય કરવામાં આવશે
સુરત મનપાના કોર્પોરેટરોમાંથી અનેક કોર્પોરેટરોએ તો ફક્ત પ્રાથમિક શિક્ષણ કે હાઇસ્કૂલની જ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે
WatchGujarat. એક તરફ મહાનગરપાલિકાની તિજોરી તળિયાઝાટક થઇ છે. તો બીજી તરફ પાલિકા પૈસા વેડફવાની એક તક પણ છોડતી હોય તેવું લાગતું નથી. હવે સુરત મહાનગરપાલિકાના ચૂંટાયેલા તમામ કોર્પોરેટરોને લેપટોપ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોર્પોરેશનની તિજોરી ખાલી થતા એકબાજુ આવક વધારવા પર ભાર આપવાનું અને કરકસરવાળા ખર્ચ માટે કહેવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ હવે પાલિકાએ 87.36 લાખના ખર્ચે તમામ કોર્પોરેટરોને લેપટોપ આપવાનો નિર્ણય કર્યો છે.
મહાનગરપાલિકા જેમને લેપટોપ આપવા જઈ રહી છે. તેમના અમુક કોર્પોરેટરોએ તો ફક્ત પ્રાથમિક સ્કૂલનું જ શિક્ષણ લીધું છે. સુરત મનપાની આવનારી સ્થાયી સમિતિની બેઠકમાં તમામ કોર્પોરેટરોને 87.36 લાખના ખર્ચે 120 જેટલા લેપટોપ આપવાની દરખાસ્ત પર નિર્ણય કરવામાં આવશે.
પાલિકા 72,800 રૂપિયાની કિંમતનું એક એવા 120 કોર્પોરેટરો માટે 120 લેપટોપ ખરીદીશે. જેની પાછળ કોર્પોરેશન 87.36 લાખ રૂપિયાનો ખર્ચ કરશે. આ પહેલા 98 લેપટોપ અને 22 ટેબ્લેટ ખરીદવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. પણ તેમાં વિવાદ થાય તેવું હોવાથી હવે પાલિકા તમામ કોર્પોરેટરો માટે લેપટોપ ખરીદવા જઈ રહી છે. જેમાં શાસક અને વિપક્ષ બન્નેઓ સમાવેશ થાય છે.
સુરત મનપાના કોર્પોરેટરોમાંથી અનેક કોર્પોરેટરોએ તો ફક્ત પ્રાથમિક શિક્ષણ કે હાઇસ્કૂલની જ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. હવે પાલિકા જે લેપટોપ આવા ઓછા ભણેલા કોર્પોરેટરોને આપવા જિ રહી છે તેમાં કેટલા કોર્પોરેટરો પ્રજાના હિતમાં આ લેપટોપનો ઉપયોગ કરશે તેની કોઈ ચકાસણી થવાની નથી. ભૂતકાળમાં પણ કોર્પોરેટરોને અપાયેલા લેપટોપ તેઓએ પોતાના સગાને આપી દીધા હોવાની ફરિયાદો ઉઠી હતી.
ચૂંટણી બાદ મોંઘા ફોન અપાયા હતા, તેનો વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પણ આ લેપટોપ વિપક્ષના સભ્યોને પણ મળવાના હોય તેના માટે વિપક્ષ તરફથી કોઈ વિરોધ કરવામાં આવ્યો નથી.