• થોડાક વર્ષ અગાઉ મહિલાનો પરિચય સરથાણા સ્થિત વિશાલ નગરમાં રહેતા મનજી ઉર્ફે મનસુખ માંડાણી સાથે થયો
  • મનજી પરિણીતાના ઘરે આવતો મનજી પરિવારનો ગુરુ બની ગયો
  • મનજીએ પરિણીતાને કહ્યું હતું કે, તારે વિધિ કરવી પડશે નહિ તો તારા પતિ અને સંતાન ગાંડા થઇ જશે
પહેલી તસ્વીરમાં ભૂવો મનજી અને બીજી તસ્વીર પ્રતિકાત્મક છે

WatchGujarat. સુરતના સરથાણામાં પરિણીતા અને સંતાનની માતા પર ભૂવાએ દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહી નગ્ન અવસ્થાના ફોટા પાડી તે ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપી ભુવાએ અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. ભૂવાએ પરિણીતાને તારે વિધિ કરવી પડશે નહિ તો તારો પતિ અને પુત્ર ગાંડો થઇ જશે તેમ કહી વિધિના બહાને બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

સુરતના સરથાણા વિસ્તારમાં એક પરિણીતા રહે છે. અને તેનો સંતાનમાં એક પુત્ર અને પુત્રી પણ છે. થોડાક વર્ષ અગાઉ તેનો પરિચય સરથાણા સ્થિત વિશાલ નગરમાં રહેતા મનજી ઉર્ફે મનસુખ માંડાણી સાથે થયો હતો. મનજી પરિણીતાના ઘરે આવતો હતો અને પોતે ભૂવો હોવાની ઓળખ આપતો હતો. અને આમ તે પરિવારનો ગુરુ બની ગયો હતો. અને બંને વચ્ચે ઓળખાણ થઇ હતી. વર્ષ 2016 માં મનજીએ પરિણીતા  અને તેના પતિને જણાવ્યું હતું કે, તમારું મકાન નડતરરૂપ છે. તમે મકાન બદલી નાખો એવું કહેતા માધુરીએ ગુરૂની આજ્ઞા છે એવું માનીને ઘર બદલી નાખ્યું હતું.

ત્યારબાદ વર્ષ 2020 ના ફેબ્રુઆરી મહિનામાં મનજીએ પરિણીતાને કહ્યું હતું કે, તારે વિધિ કરવી પડશે નહિ તો તારા પતિ અને સંતાન ગાંડા થઇ જશે. મનજીની આ વાતથી પરિણીતા ડરી ગયી હતી. અને તે વિધિ માટે તૈયાર થઈને તેના ઘરે ગયી હતી. જ્યાં મનજીએ વિધિ કરી હતી. અને ત્યારબાદ પરિણીતાના વસ્ત્રો તે ઉતરતો ગયો હતો. પરિણીતાએ ઇનકાર કરતા વિધિ અધુરી રહેશે તો તારો પતિ મરી જશે તેવી બીક બતાવી હતી. અને ત્યારબાદ પરિણીતા સાથે દુષ્કર્મ આચરી તેના ફોટા પાડી લીધા હતા.

આ ફોટાના આધારે તે પરિણીતાને બ્લેક મેઈલ કરતો હતો. અને અવાર નવાર દુષ્કર્મ આચરતો હતો. અને આ વાતની જાણ કોઈને કરશે તો વિધિથી પતિનું ઘનોત પનોત કરી નાખીશ તેવી ધમકીઓ આપતો હતો. આખરે મનજીના ત્રાસથી કંટાળી પરિણીતાએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે હાલ ગુનો નોંધી આ મામલે તપાસ શરુ કરી છે.

Facebook Comments Box

Videos

Our Partners