• સુરત પોલીસે રાજસ્થાનથી ચરસની ડિલીવરી કરવા આવેલા બે યુવકોની બાતમીના આધારે ધરપકડ કરી
  • આરોપીઓની પુછપરછમાં ચરસનો જથ્થો હિમાચલના નોલારામ પાસેખથી મેળવી હોવાનું જણાવ્યું
  • સમગ્ર મામલે ઉંડાણ પુર્વક તપાસ કરવા જતા મામલાના મુળ સુધી પહોંચી શકાયું

WatchGujarat. રાજસ્થાનથી બેઠા બેઠા હિમાચલથી સુરત સુધી ચરસ સપ્લાયનું નેટવર્ક ધરાવતા સુત્રધારને એસઓજી પોલીસે રાજસ્થાનથી પકડી લાવી હતી. સુરત પોલીસ માટે તે છેલ્લા સવા વર્ષથી વોન્ટેડ હતો.

સુરત પોલીસ દ્વારા રાજસ્થાનથી બે યુવકો ચરસની ડીલેવરી કરવા માટે પુણા કુંભારિયા ગામ સ્થિત રઘુવીર સીલીયમ માર્કેટ ખાતે આવ્યા હોવાની બાતમીના આધારે ત્યાં રેડ કરી લાડુનાથ કાળુંનાથ, પ્રકાશ ઉર્ફે સુરજ નુરસિહરામ જાજડ તથા જીગ્નેશભાઈ હરીશભાઈ ઠાકુરને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી 472 ગ્રામ ચરસનો જત્થો તેમજ મોબાઈલ ફો મળી કુલ 2.81 લાખની મત્તા કબજે કરી હતી .

આ ઘટનામાં ચરસનો જત્થો આપનાર આરોપી હિમાચલ ખાતે રહેતા નોલારામ ટેકરામ તથા ચરસની ડીલેવરી મેળવનાર આઓપી મિતેશ ઉર્ફે વિક્કી સુનીલભાઈ પાંડેને પણ એસઓજી પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં આ સમગ્ર બનાવમાં સામેલ અને રાજસ્થાન ખાતેથી બેઠા બેઠા ફોન ઉપર સમગ્ર નેટવર્ક ચલાવનાર એવા માસ્ટર માઈન્ડ ગણેશનાથ અર્જુન નાથ છેલ્લા સવા વર્ષથી નાસ્તો ફરતો હતો. સુરત પોલીસે તેને પકડવાના ચક્રોગતિમાન કર્યા હતા.

આ દરમ્યાન એસઓજી પોલીસને બાતમી મળી હતી કે આરોપી રાજસ્થાન ખાતે તેના વતનના ગામમાં છુપાઈને બેઠો છે. બાતમીના આધારે પોલીસે ત્યાં દરોડો પાડી ગણેશનાથ અર્જુન નાથને ઝડપી પાડ્યો હ્તો. પોલીસે આરોપીની સુરત લાવી કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે પોતે અગાઉ હિમાચલ ખાતે ગયો હતો ત્યારે ત્યાં કાસોલ જરી બજારમાં ચરસ જાતે બનાવતા આરોપી નોલારામ સાથે સંપર્ક થયો હતો. અને બાદમાં તેની પાસેથી ચરસ ખરીદી લાવી વરાછા ખાતે રહેતા મિતેશ ઉર્ફે વિક્કી પાંડેનેવ વેચાણ માટે આપ્યું હતું. આ ગુનામાં હાલ પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments Box

Videos

Our Partners