• જીવન ટૂંકાવતા પહેલા બે મહિનાની બાળકીનો પણ વિચાર ન કર્યો
  • પતિએ કામવાળી રાખવાની ના પાડી તો પત્નીએ ચોથા માળે ધાબેથી પડતું મૂક્યું
  • તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા,પરંતુ ત્યાં મૃત જાહેર કર્યા

WatchGujarat.21મી સદીમાં લોકોની સહન કરવાની શક્તિ ઓછી થતી ગઇ છે.પહેલાનાં જમાનામાં લોકો અનેક મુશ્કેલીઓ વેઠીને જીવન પસાર કરતા હતા જ્યારે અત્યારે નજીવી બાબતે ખોટુ લાગી આવે અને જીવનને પડતુ મૂકતા જરા પણ વિચાર કરતાં નથી.આવો જ એક ચોકાવનારો કિસ્સો સુરતમાં સામે આવ્યો.પતિએ કામવાળી રાખવાની ના પાડી તો પત્નીને એટલું બધુ ખોટુ લાગી આવ્યું કે પોતાનું જીવન ટૂંકાવી દીધુ.

મળતી માહિતી મુજબ શહેરના સિટીલાઇટ વિસ્તારમાં પત્નીએ પતિ સાથે કામવાળી રાખવા બાબતે ઝઘડો થતા આપઘાત કર્યો. આ દંપતીની બે મહિનાની પુત્રી પણ છે. પત્નીએ પતિને કામવાળી રાખવા કહ્યું પરંતુ પતિએ ના પાડતા તેમની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. જેનાથી કંટાળીને પત્નીએ એપાર્ટમેન્ટના ચોથા માળે ધાબેથી પડતું મૂકીને જીવન ટૂંકાવી લીધું.પોતાની માસૂમ બાળકીનો પણ વિચાર કર્યા વિના પત્નીએ પોતાનું જીવન ટૂંકાવી દીધું.હાલ આ અંગે ખટોદરા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતનાં સિટીલાઈટ ગાયત્રી મંદિર પાસે મહાવીર એપાર્ટમેન્ટમાં રહેતા એન્જિનિયર અંકુર પટેલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેઓ પોતાની પત્ની અને 2 મહિનાની પુત્રી સાથે રહેતા હતા. તેમની પુત્રી હેરાન કરતી હોવાથી અંકુરના પત્ની સોનમ ઘરકામ માટે કામવાળી રાખવા અવાર નવાર કહેતા હતા. પરંતુ, અંકુર કામવાળી રાખવાની ના પાડતા હતા. જે બાબતે પતિ પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. આ દરમિયાન મંગળવારે બપોરે સોનમે એપાર્ટમેન્ટના ચોથા માળેથી પડતું મુક્યું હતું. જે બાદ સોનમ ગંભીર રીતે ઘવાયા હતા. જેથી તેમનો ભાઇ અમિત તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે સોનમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં કામવાળી રાખવા બાબતે પતિ પત્ની વચ્ચે થતા ઝઘડાના કારણે સોનમબેને આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સુરતમાં પતિ સાથે આઇસ્ક્રીમ ખાવા બાબતે ઝઘડો થતા પત્નીએ પોતાનું જીવન ટૂકાવ્યું હતુ.સામાન્ય ઝઘડામાં આપઘાત જેવું પગલું ભરી લેતા આખા વિસ્તારમાં ચકચાર મચી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud