• સુરતમાં ભૂતકાળમાં અનેક વખત સ્પાની આડમાં ચાલતા ફૂટણખાના ઝડપાયા છે
  • એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી
  • પાલ ગૌરવપથ રોડ પર આવેલા કોરલ પેલેસમાં કેરમી સપાની આડમાં ફૂટણખાનું ઝડપી પાડવામાં આવ્યું

WatchGujarat. પાલ ગૌરવપથ રોડ પર સ્પાની આડમાં ચાલતું ફૂટણખાનું ઝડપાયું છે. પોલીસે અહીથી 4 મહિલાઓને મુક્ત કરાવી હતી અને સંચાલની ધરપકડ કરી હતી. પોલીસે અહીંથી 4420 ની મતા કબજે કરી હતી અને સપાના માલિકને વોન્ટેડ જાહેર કર્યો છે

સ્પાની આડમાં દેહવ્ક્રીયનો વ્યાપાર ધમધમી રહ્યો છે. સુરતમાં ભૂતકાળમાં અનેક વખત સ્પાની આડમાં ચાલતા ફૂટણખાના ઝડપાયા છે. ત્યારે વધુ એક વખત ફૂટણખાનું ઝડપાયું છે. અને અહીંથી 4 મહિલાઓને દેહવ્પયારના ધંધામાંથી મુક્ત કરાવાઈ છે. સુરતમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને બાતમી મળી હતી કે પાલ ગૌરવપથ રોડ પર આવેલા કોરલ પેલેસમાં કેરમી સપાની આડમાં ફૂટણખાનું ધમધમી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે અહી દોરોડ પાડ્યો હતો. અને અહીંથી 4 મહિલાઓને મુક્ત કરાવાઈ હતી

પોલીસ તપાસમાં દુકાનના માલિક સાગર ખાને દુકાન ભાડેથી રાખી હતી અને સંચાલક તરીકે સલામ ઉદધિન ઉર્ફે સાહિદ નિયાઝઉદધિન શેખ કામ કરતો હતો. પોલીસે અહીંથી મોબાઈલ અને રોકડા રૂપિયા મળી કુલ 4420 ની મત્તા કબજે કરી હતી અને દુકાનના માલિકને વોન્ટેડ જાહેર કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે સુરતમાં અનેક વખત આવી રીતે દેહ્વાપરના ધંધા સામે આવી ચુક્યા છે. ત્યારે સુરતમાં પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરે તે પણ જરૂરી બન્યું છે. સ્થાનિક પોલીસ અહી ઊંઘતી ઝડપાઈ હતી.

Facebook Comments Box

Videos

Our Partners