સુરત શહેરમાં સ્પાની આડમાં અનેક કુટણખાના ધમધમી રહ્યા છે
સુરતમાં ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે બાતમીના આધારે દરોડા પાડ્યા
દરોડામાં થાયલેન્ડની 6 વિદેશી યુવતીઓને મુક્ત કરાવાઇ
WatchGujarat. ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે પીપલોદ કારગીલ ચોક પાસે આવેલા વિમલહબ નામના કોમ્પ્લેક્સમાં દરોડા પાડી પાંચમાં માળે સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપી પાડ્યું હતું. પોલીસે અહીંથી સંચાલક અને ગ્રાહકની ધરપકડ કરી હતી. જયારે થાઇલેન્ડની 6 યુવતીઓને મુકત કરાવાઈ હતી.
https://youtu.be/NuFe0rWs5-Q
સુરત શહેરમાં સ્પાની આડમાં કુટણખાના ધમધમી રહ્યા છે. ભૂતકાળમાં આવા અનેક કુટણખાના ઝડપાઈ ચુક્યા છે ત્યારે વધુ એક વખત કુટણખાનાની આડમાં ચાલતા દેહવિક્રેયનો પર્દાફાશ થયો છે. સુરતમાં ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને બાતમી મળી હતી કે પીપલોદ કારગીલ ચોક પાસે આવેલા વિમલહબ નામના કોમ્પ્લેક્સમાં પાંચમાં માળે આવેલા સાઈન સ્પામસાજ પાર્લેરની આડમાં કુટણખાનું ચાલી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે અહી દરોડો પાડ્યો હતો.
સંચાલક અને ગ્રાહકની ધરપકડ
પોલીસે અહી દરોડા પાડતા નાસભાગ મચી હતી. પોલીસે અહી સંચાલક યોગેશ રાણાભાઈ ડાંગર અને નવસારીથી આવેલા કસ્ટમર ઈસ્માઈલ નસીમ નૈના નામના ઈસમને ઝડપી પાડ્યા હતા. પોલીસે અહીંથી 4 મોબાઈલ, 13 હજારની રોકડ, પેટીએમ મશીન, ચોપડા, મળી કુલ 71 હજારની મત્તા કબજે કરી હતી.
થાઇલેન્ડની 6 યુવતીઓને મુક્ત કરાવાઈ
પોલીસ તપાસમાં થાઈલેન્ડ દેશની યુવતીઓ પાસે અહી સ્પાની આડમાં દેહવ્યાપાર કરાવાતો હતો. પોલીસે અહીથી થાઈલેન્ડની ૬ યુવતીઓને મુક્ત કરાવી હતી. તેમજ દુકાનના માલિકને વોન્ટેડ જાહેર કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.