• રાજ્યમાં આંશિક લોકડાઉનને લઇને સરકારનો કોઇ વિચાર નથી
  • હોસ્પિટલમાં પણ ખાસ તૈયારીઓ કરી દેવામાં આવી છે
  • સામાજિક આયોજનોને લઇને સરકાર નિર્ણય લઇ શકે છે

WatchGujarat. રાજ્યમાં કોરોનાના કેસો વધવાને પગલે રાજ્ય સરકાર હવે એક્શનમાં આવી છે. ગઇકાલે 6 જાન્યુઆરીએ મુખ્ય સચિવે રાજ્યના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ પણ કોર કમિટી ની બેઠક બોલાવી હતી. જેમાં નવા નિયંત્રણો અંગે નિર્ણય લેવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે આજે સુરતમાં નાણામંત્રી કનુ દેસાઇએ એક પત્રકાર પરિષદ યોજી હતી અને સાથે જ સરકાર તરફથી કેટલીક ખાસ બાબતોને લઇને વાત કરી હતી.

મિડીયા સાથે વાતચીત કરતા નાણામંત્રી કનુ દેસાઇએ જણાવ્યું હતુ કે હાલ લોકડાઉન લાદવુ પડે તેવી કોઇ સ્થિતિ નથી. આવનાર સમયામાં દર્દીઓના કેસનાં આધારે નિર્ણય લેવામાં આવશે. સરકાર અને પ્રજાએ સાથે મળીને ત્રીજી લહેરનો સામનો કરવાનો છે માટે ખાસ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસટન્સ જાળવવા માટે અપિલ કરી હતી. વધુમાં જણાવ્યું હતુ કે હોસ્પિટલમાં પણ ખાસ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ઓક્સીજન પ્લાન્ટ ચાલુ સ્થિતિમાં છે. 24 કલાક માટે ટ્રાયલ લેવાઇ ચૂક્યા છે. હોસ્પિટલમાં જગ્યા, દવા વગેરેને લઇને પણ પ્લાન કરી લેવાયા છે.

સુરતમાં 4 લાખે લોકોઅ વેક્સીનનો બીજો ડોઝ લીધો નથી. તેઓ જલ્દી વેક્સીન લે તે ખૂબ જરૂરી છે. જે લોકોએ બીજો ડોઝ નથી લીધો તેઓને કેટલાક જાહેર સ્થળોએ પરમિશન અપાશે નહીં. સરકારની ગાઇડલાઇન પ્રમાણે વેક્સિનેશન થઇ રહ્યુ છે આ સમયે તેઓએ રસીકરણ પર ભાર મૂકવા પણ કહ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે હાલમાં આંશિક લોકડાઉનને લઇને કોઇ વિચાર નથી. જે રીતે વેક્સિનેશન થયું છે અને 70 ટકા વેક્સિનેશન થતાં રીકવરી આવી જાય છે. માટે આંશિક લોકડાઉનની જરૂર રહેતી નથી. તેઓએ જણાવ્યુ હતુ કે વાઇબ્રન્ટ ગુજરાતને સરકારે મોકૂફ રાખી છે. તે જ રીતે સામાજિક આયોજનોમાં પણ નિર્ણય લેવાશે. શાળામાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે શિક્ષણ વિભાગ ચર્ચા કરી રહ્યું છે અને તેને લઇને પણ ખાસ નિર્ણય જલ્દી આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં નાણાંમત્રી કનુ દેસાઇએ બેઠક યોજી હતી. આ બેઠકમાં કોરોનાની સ્થિતિને લઇને સમિક્ષા કરી હતી. હોસ્પિટલમાં બેડ,ઓક્સીજન,વેન્ટિલેટરને લઇને પણ ચર્ચા કરવામાં આવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud