પોલીસ કેટલાક વિદ્યાર્થીઓને ઉંચકીને પોલીસ મથકે લઈ આવી હતી અને ત્યાં પણ માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે
ઘટનાને લઇને એબીવીપી દ્વારા આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બહાર દેખાવ કરવામાં આવ્યો
WatchGujarat. સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ગરબે રમી રહ્યા હતા. તે વેળાએ પોલીસ ત્યાં પહોંચી હતી, જેથી વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. એટલું જ નહીં વિદ્યાર્થીઓને માર માર્યાનો આક્ષેપ પણ કરાયો હતો. રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ પોલીસ મથકે પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. એટલું જ નહી આજે યુનિવર્સીટી બહાર રોડ પર બેસી વિરોધ પણ નોંધાવ્યો હતો. અને પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાની માંગ પણ કરી હતી.
https://youtu.be/SbdSWOfqIns
સુરતના વેસુ રોડ પર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આવેલી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ અને નેતાઓ અહી ગરબે ઘૂમી રહ્યા હતા તે વેળાએ ઉમરા પોલીસ મથકનો સ્ટાફ અહીં ઘસી આવ્યો હતો અને ગરબા બંધ કરાવ્યા હતા. જેથી વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. અને બોલાચાલી બાદ ઉગ્ર ઘર્ષણ પણ થયું હતું. પોલીસ કેટલાક વિદ્યાર્થીઓને ઉંચકીને પોલીસ મથકે લઈ આવી હતી અને ત્યાં પણ માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે, એટલું જ નહીં આ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોલીસ મથકે પહોંચ્યા હતા. અને પોલીસ મથક બહાર જ બેસી ઉગ્ર વિરોધ કર્યો હતો આ બનાવના પગલે ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા.
આ ઘટનાને લઇને એબીવીપી દ્વારા આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બહાર દેખાવ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની બહારના રોડ પર બેસીને ચક્કાજામ કર્યો હતો. રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ બીઆરટીએસ બસોને પણ રોકી હતી અને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ નેતાઓ ખુલ્લેઆમ રેલીઓ કરી રહ્યા છે અને ત્યારે પોલીસ મૂક પ્રેક્ષક બની રહે છે અને વિદ્યાર્થીઓ કે જે ગરબે ઘૂમી રહ્યા હતા ત્યાં પહોંચી પોલીસે આવી દાદાગીરી કરી હતી જેને લઈને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે પોલીસને યુનિવર્સીટીમાં આવવા પહેલા કુલપતિની મજુરી લેવી પડતી હોય છે પરંતુ મંજુરી વગર જ પોલીસ અંદર આવી હતી. અને વિદ્યાર્થીઓ સાથે ઝપાઝપી કરી હતી જેમાં ૭ જેટલા વિદ્યાર્થીઓને ઈજા થતા તેઓ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ પહોચ્યા હતા. અને વિદ્યાર્થીઓના કપડા પણ ફાડી નખાયા હોવાનો આક્ષેપ કરાયો છે.