• સોમવારથી ધોરણ – 9 થી 12ની પહેલી કસોટી શરૂ થઇ
  • સુરતમાં પર્વત પાટિયા ખાતે આરએમજી મહેશ્વરી શાળામાં ફી ન ભરતા 50 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષા આપતા અટકાવાયા
  • આજે પરીક્ષા હતી અને ફી બાબતે બાળકોને શાળામાં બેસવા દેવામાં આવ્યા ન હતા. 3 કલાકથી બાળકો શાળા બહાર ઉભા રહ્યા – બસંતી પુરોહિત

WatchGujarat. સુરતના પર્વત પાટિયા પાસે આવેલી આરએમજી મહેશ્વરી શાળામાં ફી ન ભરવા મુદે વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા ન હતા. જેથી વિદ્યાર્થીઓ શાળા બહાર જ એકઠા થયા હતા. બીજી તરફ વાલીઓને આ બાબતની જાણ થતા તેઓ પણ શાળા પર દોડી આવ્યા હતા.

સોમવારથી ધોરણ-9 થી 12ની પહેલી કસોટી શરૂ થઇ છે. જે 27 ઓક્ટોબર સુધી ચાલશે. વિદ્યાર્થીઓએ પહેલી કસોટી ફરજિયાત સ્કૂલ પર આવીને ઓફલાઇન આપવાની રહેશે. સુરતમાં પર્વત પાટિયા ખાતે આરએમજી મહેશ્વરી શાળા આવેલી છે. આજે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા ન હતા. ફી ન ભરવા મુદે વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં ન આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ 50 થી 70 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા ન હતા. વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા વાલીઓને જાણ કરી હતી, જેથી વાલીઓ પણ શાળા પર દોડી આવ્યા હતા.  વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, અહી ફીને લઈને અમે હોલ ટીકીટ આપવમાં આવી ન હતી. અને પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા ન હતા.

બસંતી પુરોહિતે જણાવ્યું હતું કે, ફી નહી ભરવાથી બાળકોને શાળાઓમાં બેસવા દેવામાં આવ્યા ન હતા. આજે પરીક્ષા હતી અને ફી બાબતે બાળકોને શાળામાં બેસવા દેવામાં આવ્યા ન હતા. 3 કલાકથી બાળકો શાળા બહાર ઉભા રહ્યા હતા. આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોચ્યો હતો. આવી રીતે અમારા બાળકનું ભવિષ્ય ખરાબ થઇ રહ્યું છે. પરીક્ષાના દિવસે જ વિદ્યાર્થીઓને કેમ બહાર કાઢવામાં આવ્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud