ફેક્ટ કમિટી સમક્ષ SD જૈન કોલેજના વિદ્યાર્થીએ કબૂલાત કરી ભાંડો ફોડ્યો
પ્રશ્નોના જવાબ, ટિક કરેલા સ્ક્રીન શોટ,પીડીએફ મળી આવ્યાં
પરિક્ષામાં ચોરીમાં પકડાયેલા વિદ્યાર્થીએ કહ્યું હું જ નહીં, આખો ક્લાસ ચોરી કરતો હતો
WatchGujarat.વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ નવેમ્બરમાં બી.કોમની છઠ્ઠા સેમેસ્ટરની એટીકેટીની પરિક્ષા ઓફલાઇન લીધી હતી. તેવામાં જ એસ.ડી. જૈન ઇન્ટરનેશનલ કોલેજમાં એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીની આન્સર બુકમાંથી કોપી કરતો હતો. જે બાબત સુપ્રિટેન્ડેન્ટે જોતા જ તેણે તરત જ બંને વિદ્યાર્થીઓને પકડી ગેરરીતિનો કેસ બનાવી યુનિવર્સિટી ફેક્ટને મોકલી આપ્યો હતો. જેથી ફેક્ટે બન્ને વિદ્યાર્થીઓનું હિયરિંગ કરવા શુક્રવારે યુનિવર્સિટીમાં બોલાવ્યા હતા.
એવામાં જ બે પૈકીના એક વિદ્યાર્થીએ ફેક્ટને લેખિતમાં લખીને આપ્યું હતું કે સર, મેં તો ચોરી કરી છે પણ મારી સાથે આખો ક્લાસ ચોરી કરતો હતો.સીસીટીવી ફુટેજ મંગાવો અને ચેક કરો,તમને ખબર પડી જશે. ફેક્ટ કમિટીએ કોલેજને પત્ર લખવાની ફરજ પડી હતી.જેમાં સીસીટીવી ફુટેજ મંગાવાયા છે. આ સાથે જ ક્લાસનાં સુપરવાઉઝરને પણ હાજર રહેવા આદેશ કરાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદ યુનિવર્સિટીના અંડર ગ્રેજ્યુએટનાં વિદ્યાર્થીઓએ ઓનલાઇન પરિક્ષાના સોફ્ટવેરનો માઇનસ પોઇન્ટ શોધી કાઢ્યો હતો. જેથી યુનિવર્સિટીએ એજન્સીને સોફ્ટવેરમાં સુધારો કરવાનો આદેશ કર્યો છે. સૂત્રોએ પ્રાથમિક માહિતી આપી કહ્યું કે 8 વિદ્યાર્થીઓએ વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતુ. જેમાંથી પુસ્તકોની પીડીએફ મળી આવી હતી.તેઓ કોલેજમાં પોતાના સ્માર્ટ ફોનથી પરિક્ષા આપતા હતા. એવામાં જ સુપ્રિટેન્ડેન્ટને ધ્યાને આવ્યું કે એક વિદ્યાર્થી સ્ક્રીન મીનીમાઇઝ કરીને વોટ્સ એપમાં જોય છે.જેથી તેનો ફોન ચેક કરતા જ વોટ્સએપ ગ્રુપમાં પ્રશ્નોના જવાબ ટિક કરેલા સ્ક્રીન શોટ,પીડીએફ વગેરે મળ્યા હતા. બાદમાં વિદ્યાર્થીઓ લેફ્ટ થવા લાગ્યા હતા. જેથી સુપ્રિટેન્ડેન્ટે તમામ બાબતોના સ્ક્રીન શોટ લઇ ગેરરીતિનો કેસ બનાવીને ફેક્ટ મોકલી આપ્યો હતો. વિદ્યાર્થીઓ સ્ક્રીન મીનીમાઇઝ કરી શકતા હતા. જેથી સ્ત્રીન મીનીમાઇઝ કરે તો પરિક્ષા જ રદ્દ થઇ જાય એવો સુધારો કરવા એજન્સીએ સૂચના અપાઇ છે.
- ફેક્ટ કમિટી સમક્ષ SD જૈન કોલેજના વિદ્યાર્થીએ કબૂલાત કરી ભાંડો ફોડ્યો
- પ્રશ્નોના જવાબ, ટિક કરેલા સ્ક્રીન શોટ,પીડીએફ મળી આવ્યાં
- પરિક્ષામાં ચોરીમાં પકડાયેલા વિદ્યાર્થીએ કહ્યું હું જ નહીં, આખો ક્લાસ ચોરી કરતો હતો