• સુરતની સુમુલ ડેરી ખાતે સુનીલ ગુપ્તા અને રવિ રઘુવરશરણ શુક્લા ટેમ્પો પાર્કિંગને લઈને ત્યાં બે ડ્રાઈવરો વચ્ચે ઝગડો થયો
  • ઈજાગ્રસ્ત થયેલો ડ્રાઈવર ત્યાં જ ઢળી પડ્યો, તેને હોસ્પિટલ લઈ જવાતા તેનું મોત નીપજ્યું
  • પરિવાર અને સમાજના આગેવાનો સુમુલ ડેરી ખાતે ધરણા પર બેસી ગયા

WatchGujarat. સુમુલ ડેરીમાં પાર્કિંગની લડાઈમાં બે ટેન્કર ડ્રાઈવર વચ્ચે ઝગડો થયો હતો. જેમાં એક ડ્રાઈવરે બીજા ડ્રાઈવરને ચપ્પુ મારી દીધું હતું. જેમાં ઈજાગ્રસ્ત ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ પરિવારે ન્યાય માટે સુમુલ ડેરી બહાર એકઠા થઇ ગયા હતા.

સુરતની સુમુલ ડેરી ખાતે સુનીલ ગુપ્તા અને રવિ રઘુવરશરણ શુક્લા ટેમ્પો પાર્કિંગને લઈને ત્યાં બે ડ્રાઈવરો વચ્ચે ઝગડો થયો હતો. જેમાં રોષે ભરાયેલા રવિએ બીજા ડ્રાઈવર સુનીલને છ્તીના ભાગે ચપ્પુ મારી દીધું હતું. જેથી ઈજાગ્રસ્ત થયેલો ડ્રાઈવર ત્યાં જ ઢળી પડ્યો હતો. તેને હોસ્પિટલ લઈ જવાતા તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અને સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. બીજી તરફ પરિવારે ન્યાય માટે સુમુલ ડેરી બહાર એકઠા થઇ ગયા હતા પરિસ્થિતિ વણસે નહી તે માટે પોલીસે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દીધો હતો.

પોલીસે જણાવ્યું હતું કે આ મામલે સુમુલ ડેરી ના દુધ ના કેન ભરવાના પાર્કિંગમાં આ ઝગડો થયો હતો. જેમાં એક ડ્રાઈવરે બીજા ડ્રાઈવરને ચપ્પુ મારી દેતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. બીજા દિવસે પરિવાર અને સમાજના આગેવાનો સુમુલ ડેરી ખાતે ધરણા પર બેસી ગયા હતા. અને ન્યાયની માંગ કરી હતી. બીજી તરફ પરિસ્થિતિ વણસે નહી તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

આ બનાવ સંદર્ભે મૃતકના સાળાએ જણાવ્યું હતું કે હું ઘરે નોકરી પરથી આવ્યો હતો ત્યારે ફોન કરીને ઘટનાની જાણ કરાઈ હતી. મારા જીજા16 વર્ષથી નોકરી કરતા હતા. મારી બહેનની બે દીકરીઓ છે અમને ન્યાય અને આર્થિક સહાય મળે તેવી અમે માંગ કરીએ છીએ. અહી ગુટખા જેવી વસ્તુઓનું ચેકિંગ થાય છે તો ચપ્પુ કેવી રીતે અંદર આવી ગયું તે પણ તપાસ થવી જોઈએ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud