મુંબઈની હિકલના 3 અને સચિનની કંપનીના 1 અધિકારીને 6 દિવસના રિમાન્ડ
સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ વિક્રમ 4 મોબાઇલ રાખતો હોવાની વાત, CDR ચેક થાય તો ઘણા પોલીસ અધિકારીઓની પોલ ખૂલે તેવી શક્યતા
ઝડપાયેલા વધુ 4 આરોપીઓને 17મી સુધી રિમાન્ડ, જીપીએસવાળું ટેન્કર વાપરવાના નિયમને હિકલ કંપની ઘોળીને પી ગઈ
Watchgujarat.સચિન જીઆઇડીસી ગેસકાંડમાં સસ્પેન્ડેડ વિક્રમ ઘાગરેના કોલ ડિટેઇલ્સની તપાસ થાય તો ઘણા પોલીસ અધિકારીઓની પોલ ખૂલે એવી આશંકા છે. માફિયાઓ સાથે ફોન પર વાત કરવા માટે વિક્રમ ચાર મોબાઇલ વાપરતો હોવાની પણ ચર્ચા છે. કેમિકલ નિકાલનું કૌભાંડ ચલાવવામાં શહેરની એક બ્રાંચના કોન્સ્ટેબલનો વિક્રમને દોરીસંચાર હોવાની પણ ચર્ચા પણ ઉચ્ચ પોલીસ અધિકારીના કાને પહોંચી છે.
મિડીયા દ્વારા મળતી માહિતી મુજબ સચિન જીઆઇડીસીમાં બનેલા ગેસકાંડના મામલે પોલીસની પકડમાં આવેલાં મુંબઇની હેકલ કંપનીના ત્રણ અધિકારીઓ અને પાંડેસરાની ડાઇંગ મિલના માલિકને મંગળવારે કોર્ટમાં રજૂ કરી કરાયા હતા. કોર્ટે ચાર આરોપી મનસુખ પટેલ, અભય દાંડેકર, મછીન્દ્રનાથ ગોર્હે અને રમણ બારિયાના 17મી જાન્યુઆરી સુધી 6 દિવસના રિમાન્ડનો હુકમ કર્યો હતો. સરકારે પક્ષે દલીલ કરાઈ હતી કે જીપીએસવાળું ટેન્કર વાપરવાના નિયમને હિકલ કંપની ઘોળીને પી ગઈ હતી.
રિમાન્ડના મુદ્દા : મુંબઇ ખાતેની ઓફિસમાં પણ તપાસ જરૂરી
1.હીકલ લી.પબ્લિક લિમિટેડ અને સ્ટોક લિસ્ટેડ કંપની છે. એમપીસીબીની શરતો મુજબ જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ ફીટ કરેલી હોય તે જ ટેન્કરમાં જ બાય પ્રોડ્કટ સોડિયમ હાઇડ્રો સલ્ફાઇડ મોકલવાનું અનિવાર્ય હોવા છતાં જીપીએસ લોડ કર્યા વગરનું ટેન્કર કેમિકલ ભરીન કેવી રીત રવાના થયું તે બાબતે હાલના આરોપીઓ સત્ય હકિકત છુપાવી રહ્યા છે. ઉપરાંત ગોળ-ગોળ જવાબ આપી રહ્યા છે. આમાં વધુ તપાસ થાય તો કંપનીનું મોટું કેમિકલ કૌભાંડ સામે આવી શકે છે.
2.ગુનામાં વપરાયેલું કેમિકલ (સોડિયમ હાઇડ્રો સલ્ફાઇડ) સર આરોપીઓની સંગમ એન્વાયરો પ્રા.લી. કંપનીએ પ્રતિ કિં.ગ્રા. ના 0.01 રૂપિયાના ભાવ હાલના આરોપીઓની હિકલ કંપની પાસેથી ખરીદ કરતી હતી. પરંતુ તેનું પેમેન્ટ હીકલ કંપનીને આજદીન સુધી ચૂકવ્યંુ નથી. ઉપરાંત હીકલ કંપની પાસેથી સર્વિસ ચાર્જ અને ટ્રાન્સપોર્ટેશન પેટે નેગેટિવના પ્રતિ કિલોના રૂપિયા 23 વસુલ કરવામાં આવ્યા છે. તેનાથી હાલના આરોપીઓને કેટલો આર્થિક લાભ થતો હતો તે બાબતે પણ હાલના આરોપીઓ હકીકત જણાવતા નથી. જેથી આરોપીઓના ફાયનાન્સિયલ સ્ટેટમેન્ટ મંગાવી ચકાસણી કરવાની છે.
3.હીકલમાં ઉપ્તાદિત બાય પ્રોડક્ટ ખરીદનાર તરીકે સંગમ એન્વાયરો પ્રા.લી. કંપનીએ તેનો રો-મટીરીયલ્સ તરીકે તેમના ઉદ્યોગમાં ઉપયોગ કરવાનો હતો જેની ખાતરી હાલના આરોપીઓએ કરવાની હતી, જે કરી નથી. ઉપરાંત તેનું કંપનીમાંથી એપ્રુવલ પણ મેળવી લીધંુ, તો આ એપ્રુવલ કોણે અને કેવી રીતે આપ્યંુ તેની તપાસ કરવાની છે.
4.અગાઉના ચાર ટેન્કરનું શું થયુ તે બાબતે હાલના આરોપીઓનું ક્રોસ ઇન્ટ્રોગ્રેશન કરવાનું છે.
5.આરોપીઓને સાથ રાખી મુંબઇની ઓફિસમાં તપાસ કરવાની છે.
6.આરોપી બારીયાની જય બજરંગ ડાઇંગમાંથી જીપીસીબીએ જે નમૂના લીધા તે બનાવવાળી જગ્યાના કેમિકલ સાથે મેચ કરે છે. આથી આરોપીએ ફેકટરીમાંથી કેવી રીતે કેમિકલ જથ્થાનો નિકાલ કર્યો, તેની માહિતી મેળવવાની છે.
7.બારિયા ક્યાંથી કેમિકલ લાવતા અને ક્યાં નિકાલ કરતા ઉપરાંત મદદગાર કોણ-કોણ એ ચકાસવાનું છે
8.મોબાઇલ સીડીઆર મેળવીને તપાસ કરવાની છે
ગેસકાંડમાં શહેર પોલીસની એક બ્રાંચના કોન્સ્ટેબલની પણ સંડોવણી હોવાની ચર્ચા
કેમિકલ માફીયાઓ છેલ્લા 3 મહિનાથી સચિન જીઆઇડીસી વિસ્તારમાં ઝેરી કેમિકલ ખાડી કે વરસાદ નાળામાં નિકાલ કરતા હોવાની વાતો સામે આવી રહી છે આ સમગ્ર ઘટનાક્રમમાં કેમિકલ માફિયા સંદીપ ગુપ્તા મુખ્ય સૂત્રધાર છે. ઝેરી કેમિકલના ટેન્કરો અઠવાડિયામાં 2 વખત સચિન જીઆઇડીસી વિસ્તારોની ખાડી કે વરસાદી નાળામાં રાતના 1 વાગ્યાથી લઇ સવાર 5 વાગ્યા સુધીમાં નિકલા કરી દેતા હતા. ઉન ભીંડી બજારમાંથી આવતી વેસ્ટેજની ગાડીઓના પણ સચિન જીઆઇડીસીમાં બે નંબરમાં નિકાલ કરવામાં આવતો હોવાની વાત છે. જ્યારે પણ ઝેરી કેમિકલનું ટેન્કર આવવાનું હોય તેના એક દિવસ પહેલાં કેમિકલ માફિયાઓ જે તે વિસ્તારની ખાડી કે નાળા પર જઇ રેકી કરતા હોય છે પછી જે દિવસે મધરાત્રે કેમિકલ ટેન્કર આવતુ હોય છે ત્યારે બ્લેક કાચવાળી ગાડીમાં આગળ પાયોલોટીંગ કરતા હોય છે. રસ્તામાં દબાણ લાગે કે તરત ટેન્કરને સાઇડ પર કરી દેતા હોય છે પછી લાગે હવે રસ્તો ક્લિયર છે એટલે ટેન્કર બોલાવી લેતા હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સચિન પોલીસના વિક્રમ ગોવિંદ ઘાગરેની કેમિકલ માફીયા સાથે સાઠગાંઠ બહાર આવતા તેને સસ્પેન્ડ કરાયા છે. વિક્રમ પાસે 3થી 4 મોબાઇલ હોવાની વાત છે. તેના ચારેય મોબાઇલની કોલ ડિટેલ્ઇસની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો અન્ય બ્રાંચોના પોલીસકર્મીઓની પણ સંડોવણી બહાર આવી શકે તેમ છે.
- મુંબઈની હિકલના 3 અને સચિનની કંપનીના 1 અધિકારીને 6 દિવસના રિમાન્ડ
- સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ વિક્રમ 4 મોબાઇલ રાખતો હોવાની વાત, CDR ચેક થાય તો ઘણા પોલીસ અધિકારીઓની પોલ ખૂલે તેવી શક્યતા
- ઝડપાયેલા વધુ 4 આરોપીઓને 17મી સુધી રિમાન્ડ, જીપીએસવાળું ટેન્કર વાપરવાના નિયમને હિકલ કંપની ઘોળીને પી ગઈ