• ભરૂચ જિલ્લામાં 85 અતિ જોખમી ઉધોગો આવેલા હોય મોતનું ટેન્કર અંકલેશ્વર કે દહેજથી કેમિકલ માફિયાઓ ઠાલવવા લઈ ગયાની પ્રબળ આશંકા
  • હાલ કહેવાતા હાઇડ્રોજન સલ્ફાઇટ કેમિકલની અસર વચ્ચે FSL, GPCB ના રિપોર્ટ બાદ કયું કેમિકલ હતું તે બહાર આવતા દોષિત કંપનીનું નામ સામે આવવાની શક્યતા
  • અમદાવાદથી મુંબઈ સુધી કેમિકલ વેસ્ટના ટેન્કરો બરોબર જાહેરમાં નિકાલ કરવાનો કેમિકલ માફિયાઓનો ધીકતો મોતનો વેપલો

WatchGujarat. સુરતની સચિન GIDC માં ગેસ ગળતરના કારણે 6 કામદારોના મોત અને 23 શ્રમજીવીઓને ગૂંગળામણની ઘટનામાં પોલીસે તપાસ તેજ કરી છે. સુરત પોલીસે આ ઘટનાના તાર ભરૂચ સાથે જોડાયેલા હોવાની માહિતી ભરૂચ પોલીસને આપતા LCB એ ઘટનામાં શકમંદ એવા 5 લોકોની અટકાયત કરી સુરત પોલીસને હવાલે કર્યા છે.

6 કામદારોના મોતનું કારણ એવું ઝેરી કેમિકલ દહેજ કે અંક્લેશ્વરની ફેક્ટરીમાંથી રવાના થયું હોવાની પોલીસને આશંકા છે. જોકે આરોપીઓ સતત મુંબઈ તરફની દિશા બતાવી પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

મળતી માહિતી મુજબ ગુરૂવારે રાતે ભરૂચ અને અંકલેશ્વરમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમનો સતત ધરપકડનો દોર રહ્યો હતો. અંકલેશ્વર અને ભરૂચના મક્તમપુર વિસ્તારમાં મળી પોલીસે રાત્રી દરમ્યાન 5 લોકોની અટકાયત કરી હતી. આ પાંચેય સુરત ખાતે ગેસ ગળતરના કારણે 6 શ્રમજીવીઓના મોતની ઘટના પાછળ સક્રિય ભૂમિકામાં હોવાનું મનાય છે. ભરૂચમાંથી આ અંગે સત્તાવાર કોઈ સમર્થન હજી સુધી અપાઈ રહ્યું નથી પણ સચિનમાં ઠલવાયેલા મોતના ટેન્કર પાછળ ભરૂચ જિલ્લાની કેમિકલ કંપની જવાબદાર હોવાનું મનાય રહ્યું છે.

ભરૂચ પોલીસ દ્વારા અટકાયત કરી સુરત પોલીસને સોંપાયેલા 5 શખ્સો ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા છે. અને કેમિકલ વેસ્ટની ગેરકાયદે હેરાફેરી અને નિકાલમાં આવી ટોળકીઓનું અમદાવાદથી મુંબઈ સુધીનું નેટવર્ક છે. જેઓ હેઝાર્ડસ કેમિકલ વેસ્ટના ગેરકાયદે નિકાલમાં મહારથ ધરાવે છે. રાતના અંધારામાં નદી – નાળા , અવાવરું વિસ્તાર કે બંધ ફેકટરીઓમાં રિવર્સ બોરિંગ કરી જમીનના પેટાળમાં કેમિકલ વેસ્ટ ધરબી દેવાય છે. પૂછપરછમાં ટોળકી ગુમરાહ કરતી હોય તેમ લાગી રહ્યું છે, જેમના દ્વારા સુરતમાં નિકાલ કરાયેલ કેમિકલ વેસ્ટ મુંબઈ કે ભરૂચ જિલ્લાની કંપનીમાંથી લાવવામાં આવ્યું હતું તે બાબતે સ્પષ્ટ માહિતી મળી રહી નથી.

જિલ્લામાં 85 થી વધુ અતિ જોખમી ઉધોગો આવેલા છે ત્યારે કેટલાક કેમિકલ માફિયાઓ સાથે મળી અત્યંત જોખમી કેમિકલ વેસ્ટનો ટેન્કરો મારફતે બારોબાર નિકાલ કરાવી દે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud