18 જાન્યુઆરીના રોજ પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરની આગેવાનીમાં ટેક્સટાઈલ એસોસિએશનના આગેવાનોની એક મીટીંગ મળી
કેર યુનાઇટેડ એક્સપ્રેસ પ્રાઈવેટ લીમીટેડ ટ્રાન્સપોર્ટ કંપનીએ ઘણા બધા વેપારીઓના પાર્સલ મેળવી જે તે જગ્યા ન મોકલી ઘણા બધા વેપારીઓ સાથે ઠગાઈ કરી
સલાબતપુરા પોલીસ મથકમાં 47 વેપારીઓ તથા પુણા પોલીસ મથકમાં 10 વેપારીઓ મળી કુલ 57 વેપારીઓના આશરે 35 થી 40 લાખ રૂપિયાની છેતરપીંડી થઇ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું
WatchGujarat. સુરતમાં કેર યુનાઇટેડ એક્સપ્રેસ પ્રાઈવેટ લીમીટેડ ટ્રાન્સપોર્ટના નામે ઓફીસ ખોલી વેપારીઓ પાસેથી કાપડના પાર્સલો મેળવી જે તે જગ્યા ન પહોચાડી તેમજ તે પાર્સલ બરોબર વેચાણ કરી નાખી છેતરપીંડી કરતા બે લોકોની ધરપકડ કરાઈ છે. આ મામલે સલાબતપુરા અને પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ પોલીસ તપાસમાં 57 વેપારીઓના આશરે 35 થી 40 લાખ રૂપિયાની છેતરપીંડી થઇ હોવાનું પ્રાથિમક તપાસમાં બહાર આવ્યું છે.
18 જાન્યુઆરીના રોજ પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરની આગેવાનીમાં ટેક્સટાઈલ એસોસિએશનના આગેવાનોની એક મીટીંગ મળી હતી. જેમાં ઘણા બધા વેપારીઓએ જણવ્યું હતું કે, કેર યુનાઇટેડ એક્સપ્રેસ પ્રાઈવેટ લીમીટેડ ટ્રાન્સપોર્ટ કંપનીએ ઘણા બધા વેપારીઓના પાર્સલ મેળવી જે તે જગ્યા ન મોકલી ઘણા બધા વેપારીઓ સાથે ઠગાઈ કરી છે. આ મામલે સુરત પોલીસ કમિશનરે સલાબતપુરા અને પુણા પીઆઈને તપાસ કરવાના આદેશ આપ્યા હતા. અને તપાસના અંતે આ મામલે સલાબતપુરા પોલીસ મથકમાં અને પુણા પોલીસ મથકમાં ગોડાદરા ખાતે રહેતા સંદીપ ગોપાલ શર્મા અને ડીંડોલી તળાવ પાસે રહેતા ચંદ્રકાંત ઉર્ફે બબલુ સિંઘ જગદીશ સિંહ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ મામલે તપાસ કરતા સલાબતપુરા પોલીસ મથકમાં 47 વેપારીઓ તથા પુણા પોલીસ મથકમાં 10 વેપારીઓ મળી કુલ 57 વેપારીઓના આશરે 35 થી 40 લાખ રૂપિયાની છેતરપીંડી થઇ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. કેર યુનાઇટેડ પ્રાઈવેટ લીમીટેડ ટ્રાન્સપોર્ટના નામે ઓફીસ ખોલી વેપારીઓ પાસેથી કાપડના પાર્સલો મેળવી જે તે જગ્યા ન પહોચાડી તેમજ તે પાર્સલ બરોબર વેચાણ કરી નાખી છેતરપીંડી કરતા હતા આ બનાવમાં અન્ય કોણ કોણ ઇસમ સામેલ છે તે દિશામાં પણ હાલ પોલીસે તપાસ શરુ કરી છે.
સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, સુરત ટેક્સટાઈલને લઈને પ્રમુખ સીટી છે. અને સમગ્ર દેશમાં અહિયાંથી વેપાર કરવામાં આવે છે. જેનો કેટલાક લેભાગુ તત્વો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે. વેપારીઓને પડતી તકલીફો અંગે એક મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં ઘણા વેપારીઓની આ ફરિયાદ સામે આવી હતી. જેથી આ મામલે પુણા અને સલાબતપુરા પોલીસ મથકમાં તપાસ કરવામાં આવી હતી અને આ મામલે તપાસ કરીને ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવી રહ્યો છે. તેમજ આ ગુનામાં અન્ય કોણ કોણ ઈસમો સામેલ છે તે મામલે તપાસ કરવામાં આવી રહી છે. કોઈ પણ વેપારી ચીટીંગનો ભોગ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરે જેથી તાત્કાલિક આ મામલે પગલા ભરવામાં આવશે.