• સરકાર કાપડ પરનો જીએસટી 5 ટકાથી વધારીને 12 કરશે
  • અનેક રજૂઆતો બાદ પણ કોઈ નિર્ણય ન લેવાતાં વેપારીઓ આંદોલનના મૂડમાં
  • ૩૦મીએ કાપડ માર્કેટ 1 દિવસ બંધ રખાશે

WatchGujarat.સુરત શહેરને ટેસ્કટાઈલ હબ ગણવામાં આવે છે. પરંતુ જીએસટી લાગુ થયા બાદ કાપડ વેપારીઓ નારાજ હતા અને સુરતમાં મોટું આંદોલન પણ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે ફરી એક વખત વેપારીઓ નારાજ છે અને આંદોલનના મુડમાં જોવા મળી રહ્યા છે.1 જન્યુઆરી 2022 થી કાપડ ઉઘોગ પર જીએસટી દર 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવી રહ્યો છે. આ નિર્ણયને લઈને કાપડ વેપારીઓ નારાજ છે અને સુરતમાં અલગ અલગ રીતે વિરોધ નોંધાવી રહ્યા છે. એટલું જ નહીં સરકાર સુધી વાત પહોચાડવા માટે નાણામંત્રીને પણ રજૂઆત કરાઈ હતી પરંતુ આજદિન સુધી આ મામલે કોઈ નિર્ણય આવ્યો નથી. જેથી હવે સુરતમાં કાપડ વેપારીઓએ 1 દિવસ બંધ પાળી વિરોધ કરવાની જાહેરાત કરી છે. ડિસેમ્બરે સુરતની તમામ માર્કેટો બંધ રહીને આ મામલે વિરોધ નોંધાવશે.

30મીએ કાપડ માર્કેટ 1 દિવસ બંધ રખાશે, જેમાં 185 માર્કેટની 65,000 દુકાનો બંધ રહેશે. સંગઠનોએ કેન્દ્રીય નાણામંત્રી, કોમર્સ મંત્રીને રજૂઆતો કરવા છતાં સરકારે સ્પષ્ટતા કરી નથી. જેથી આંદોલનના પગલા ભરાશે. ફોસ્ટાએ લેટર જારી કરીને ટ્રેડર્સને 30મીએ દુકાન બંધ રાખવા આહવાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે કાપડ માર્કેટ બંધ રહેશે તો 1 દિવસમાં જ કરોડોનું નુકશાન પણ થઇ શકે છે.

ફોસ્ટાના પ્રવક્તા રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે કાપડ ઉઘોગ પર જીએસટી દર 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવનાર છે. જેનો અમલ 1 જન્યુઆરી 2022થી લાગુ થશે. જેને લઈને કાપડ વેપારીઓ નારાજ છે. આ અંગે અનેક રજૂઆત કરાઈ હતી. એટલું જ નહી નાણામંત્રીને પણ આ અંગે રજૂઆત કરાઈ હતી. આ મીટીંગમાં દેશના અન્ય રાજ્યોના પ્રતીધીની પણ હાજર રહ્યા હતા. પરંતુ આ અંગે કોઈ નિવેડો આવ્યો નથી જેથી વિરોધ માટે ૩૦ ડીસેમ્બરના રોજ સુરતની તમામ કાપડ માર્કેટ બંધ રહેશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud