• હાલમાં જ જેમને મંત્રીપદ માં ચાવીરૂપ સ્થાન મળ્યું છે એવા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના એપાર્ટમેન્ટની બહાર જ આ બ્યુટીફીકેશન કરવામાં આવ્યું છે
  • મનપા દ્વારા પારલે પોઇન્ટ બ્રિજ નીચેની પાર્કિંગની સાથે સાથે મલ્ટિપર્પઝ એક્ટિવિટી ઝોન પણ તૈયાર કરવામાં આવ્યો છે
  • મનપા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો પરંતુ હવે તેની જાળવણી કરવામાં આવતી નથી

WatchGujarat. અઢી કરોડ કરતાં પણ વધુનો ખર્ચ કરીને સુરત મહાપાલિકા દ્વારા પાર્લેપોઈન્ટ ખાતે ફ્લાય ઓવર બ્રિજની નીચે બ્યુટિફિકેશન તેમજ મલ્ટિપર્પઝ એક્ટિવિટી ઝોન તૈયાર કરવામાં આવ્યો છે. જોકે યોગ્ય જાળવણીના અભાવે અહીંથી બ્યુટીફીકેશનના નામ પર મુકાયેલી બધી વસ્તુઓ એક પછી એક ચોરાવા લાગી છે. નવાઈની વાત તો એ છે કે હાલમાં જ જેમને મંત્રીપદ માં ચાવીરૂપ સ્થાન મળ્યું છે એવા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના એપાર્ટમેન્ટની બહાર જ આ બ્યુટીફીકેશન કરવામાં આવ્યું છે અને ત્યાં જ આ પ્રોજેક્ટોમાંથી ચોરી થતા આશ્ચર્ય ફેલાયું છે.

તાજેતરમાં દિવાળી વેકેશનમાં મોટાપાયે લોકો આ બ્યુટિફિકેશનને જોવા માટે જઇ રહ્યા છે પરંતુ જોવા જેવી વાત એ છે કે આ સ્થળની સુરક્ષા માટે મનપા દ્વારા કોઈ પણ પ્રકારના આયોજનો કરવામાં આવ્યા નથી. આ સ્થળે એકપણ સીક્યુરિટી ગાર્ડ દેખાતા નથી અને તેને કારણે જે બ્યુટિફિકેશન કરાયું છે તે બગડી રહ્યું છે. આ સ્થળની નિયમિત સફાઈ પણ કરવામાં આવતી નથી. જેને કારણે સુરતીઓ મુશ્કેલીઓમાં મુકાઈ રહ્યાં છે.

મનપા દ્વારા પારલે પોઇન્ટ બ્રિજ નીચેની પાર્કિંગની સાથે સાથે મલ્ટિપર્પઝ એક્ટિવિટી ઝોન પણ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સાઈકલિંગ માટે કુલ 40 સ્ટેન્ડ તૈયાર કરાયાં છે. સાથે જ પે એન્ડ યૂઝ ટોઇલેટ બ્લોક પણ બનાવાયા છે. ઉપરાંત અહીં નવતર પ્રયોગ કરી એલઈડી સીટિંગ બેંચ બનાવાઈ છે. આ બ્રિજ નીચે 200 મીટર લંબાઈમાં 12 વિવિધ માઈલ સ્ટોન મુકાયા છે.

જે લોકો દ્વારા આ સ્થળની મુલાકાત લેવામાં આવી તેમના દ્વારા કરાયેલી ફરિયાદો પ્રમાણે, આ બ્યુટિફિકેશન જ્યારે બન્યું ત્યારે જોવાલાયક હતું પરંતુ હવે તેની જાળવણી માટે કોઈ સિક્યોરિટી ગાર્ડ જ હાજર હોતું નથી. જેને કારણે જે છત્રીઓથી સુંદરતા ઊભી કરવામાં આવી છે તેમાં કેટલીક છત્રીઓને તોડી નાખવાની સાથે ચોરી જવામાં આવી છે. જે સ્થળ પર ગાર્ડનિંગ કરાયું છે તે સ્થળની અંદર ઘૂસીને લોકો ફોટા પાડી રહ્યાં છે. જેને કારણે ગાર્ડનિંગનો કચ્ચરઘાણ વળી ગયો છે. આઈ લવ સુરત લખ્યું છે તેમાં આઈ લવની લાઈટો બંધ થઈ ગઈ છે. જ્યારે સુરતમાં એક-બે અક્ષરની લાઈટો જ ચાલુ છે. મનપા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો પરંતુ હવે તેની જાળવણી કરવામાં આવતી નથી. મનપાના જવાબદાર અધિકારીઓ બિન્ધાસ્ત બની ગયા છે અને તોફાનીઓને ફાયદો થઈ ગયો છે.

ફરિયાદોને પગલે આજે શહેરના પ્રથમ નાગરિક મેયર હેમાલી બોઘાવાળા દ્વારા આજે આ પ્રોજેકટની મુલાકાત કરીને અહીં યોગ્ય જાળવણી થાય તેની સૂચનાઓ આપવામાં આવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud