સુરતમાં ચપ્પુ બતાવીને મોબાઈલ લૂંટીને ભાગતા યુવકને પોલીસના હાથમાં સોંપતા પહેલા પબ્લિકે ચખાડ્યો મેથીપાક
ઉધના વિસ્તારમાં આવેલા રાયકા સર્કલ પાસે લોકોએ ચપ્પુ બતાવીને મોબાઈલ લૂંટીને ભાગતા એક શખ્સ ને પકડી પાડ્યો હતો
લોકોએ ચોરને પકડી તેની સાથે બર્બરતા આચરી
ચોરી કરનાર યુવક મૂળ પટનાનો અને ઉધનાના આશાપુરી વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું
WatchGujarat. સુરતમાં મોબાઈલ ચેઇન સ્નેચિંગની ઘટનાઓ સામાન્ય બનતી ચાલી છે. ફરિયાદો એટલી વધી ગઈ છે કે હવે લોકો મોબાઈલ કે ચેઇન ચોરી થઈ જાય છે તો તે પાછું મળશે જ નહીં એવું ધારીને અમૂકવાર ફરિયાદ કરવાનું પણ ટાળે છે. જોકે આવા ઠગ ટોળકી સામે લોકોનો આક્રોશ કેટલો છે તે આજે સુરતમાં જોવા મળ્યું હતું.
https://youtu.be/kxhd5K322PA
સુરતના ઉધના વિસ્તારમાં આવેલા રાયકા સર્કલ પાસે લોકોએ ચપ્પુ બતાવીને મોબાઈલ લૂંટીને ભાગતા એક શખ્સ ને પકડી પાડ્યો હતો. આ યુવક એક વ્યક્તિને ચપ્પુ બતાવીને તેની પાસેથી મોબાઈલ લઈને ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તે જ સમયે લોકોએ તેને પકડી પાડ્યો હતો.
લોકોએ માત્ર તેને પકડ્યો જ ન હતો. પણ તેને બરાબરનો મેથીપાક પણ ચખાડ્યો હતો. રોડ પર ઢસડીને તેના કપડાં ફાડી નાંખ્યા હતા. થાંભલા સાથે બાંધીને તેને ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં તેના વાળ પણ કાપી નાખ્યા હતા. પોલીસ ને જાણ કરવાની રાહ જોયા વિના લોકોએ તેને અધમુઓ કરી નાંખ્યો હતો.
ચોરી કરનાર યુવક મૂળ પટનાનો અને ઉધનાના આશાપુરી વિસ્તારમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. જોકે થોડા સમય પછી પોલીસ આવતા લોકોએ તેને પોલીસને હવાલે કરી દીધો હતો.
આમ, કાયદો હાથમાં લઈને પોલીસે ચોરી કરનાર યુવકને તેની ભૂલનું ભાન કરાવ્યું હતું. જોકે ચોરોને સબક શીખવાડવાના આવા કિસ્સામાં જો કેટલીકવાર ભીડ તેને મારવામાં ભાન ભૂલી જાય તો ગુનો કરનાર વ્યક્તિનું મોત પણ નિપજી શકે છે એ વાત પણ લોકોને સમજવાની જરૂર છે. કાયદો હાથમાં લેવા કરતા ગુનાની સજા આપવાનું કામ પોલીસને જ કરવા દેવું જોઈએ એ જરૂરી છે.