• સુરતમાં પુણા વિસ્તારમાં અનોખી રીતે ચોરી કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો
  • પ્લમ્બરની આડમાં ફરતો શખ્સ ઘરની રેકી કરી ચોરીને આપતો હતો અંજામ
  • પોલીસે ચોર પાસેથી સોના – ચાંદી સહિતની અનેક ચીજવસ્તુઓ રીકવર કરી

WatchGujarat. સુરત શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર બિલ્ડીંગમાં પ્લમ્બીંગનું કામકાજના બહાને ઘરની રેકી કરી તેમજ આજુબાજુના મકાનમાં કામ કરવાના બહાને બાલ્કની મારફતે બંધ ઘરમાં પ્રવેશ કરી ઘરફોડ ચોરી કરતા એક ઈસમને પુણા પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી એક બાઈક અને સોના ચાંદીના દાગીના મળી કુલ 81 હજારની મત્તા કબજે કરી હતી. પોલીસ તપાસમાં પુણા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો

સુરતમાં પુણા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે ચોરીના દાગીના સાથે એક ઇસમ પુણા વિસ્તારમાંથી બાઈક પર પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસે કડોદરા લેન્ડ માર્ક પાસે વોચ ગોઠવી હતી. અને બાતમી વાળી બાઈકની માહિતી મળતા બાઈક ઉભી રાખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાઈક ચાલકે બાઈક ઉભી  રાખી ન હતી.અને ભાગવા જતા બાઈક સ્લીપ મારી ગયી હતી. જેથી પોલીસે ચાલકને પકડી લીધો હતો.

પોલીસે તેની અટકાયત કરી કડક પૂછપરછ કરતા તેણે પોતાનું નામ કુશેહી ખુરશીદ આલમ અસરૂદિન શેખ અને તે કતારગામ સ્થિત રીવરવ્યુ સોસાયટીમાં રહતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી 45 હજારની કિમતના સોનાના હાથમાં પહેરવાના બે બ્રેસલેટ, 10 હજારની કિમતની સોનાની ડાયમંડ વાળી વીટી, 6 હજારની કાનમાં પહેરવાની સોનાની બુટ્ટી, એક સોનાની નાકમાં પહેરવાનો દાણો એક સ્ક્રુ ડ્રાઈવર તથા 20 હજારની કિમતની બાઈક મળી કુલ 81 હજારની મત્તા કબજે કરી હતી.

પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી પ્લમ્બરનું કામ કરે છે. અને સુરત શહેર અલગ અલગ બિલ્ડીંગોમાં પ્લ્મ્બીગનું કામકાજ કરતો હોય તે દરમ્યાન આજુબાજુના બંધ મકાન કે ફ્લેટની રેકી કરી આજુબાજુના મકાનમાં કામ કરવાના બહાને બાલ્કની મારફતે બંધ મકાનમાં ઘુસી ચોરી કરતો હતો. આવી જ રીતે તેણે પુણા વિસ્તારમાં ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જેથી પુણા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud